સાહિત્ય સેતુ યોજીત લઘુકથા સ્પર્ધાનાં વિજેતાઓ

181 સ્પર્ધકોમાંથી 9 વ્યકિતને પારિતોષીક

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ -ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા ગુજરાતી સાહિત્યના ભાષાના પ્રચાર-પ્રસાર માટે સતત નવી નવી પ્રવૃત્તિ થતી રહે છે જે અંતર્ગત સાહિત્યનું નમણું, નાજુક છતાં મહેકતું સ્વરૂૂપ એટલે લઘુકથા સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં રાજકોટ શહેર ઉપરાંત અમદાવાદ, ભાવનગર, સુરત, બરોડા, મુંબઈ, નવસારી, પાલીતાણા, અમરેલી સહિતના સમગ્ર ગુજરાતના ગામ-નગરમાંથી 181 સ્પર્ધકોએ લઘુકથા સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દરેક સ્પર્ધકોએ ફૂલ જેવી નાજુક છતાં મધમધતી લઘુકથાઓ મોકલેલ. લઘુકથા સ્પર્ધાના વિજેતાઓમાં હિતાબેન રાજ્યગુરુ (પ્રથમ – બોટાદ), રેનાબેન
સુથાર (દ્વિતીય – અમદાવાદ), વિજય ટાંક (તૃતીય – રાજકોટ) તેમજ આશ્ર્વાસન ઇનામ મેળવનારા રાજેશ વાઘેલા (અમરેલી), શિલ્પી બુરેઠા (ધાનેરા), ધર્મેશ ગાંધી (નવસારી), શૈલેષ પંડ્યા (જામનગર), હરિવદન જોષી (ભરૂૂચ), તેમજ ભારતીબેન ગોહિલ (અમરેલી) તમામ વિજેતાઓ જાહેર થયેલ. સંસ્થા દ્વારા તમામ વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ. લઘુકથા સ્પર્ધામાં આવેલ એન્ટ્રીમાંથી શ્રેષ્ઠ શીર્ષક હશે તેને પણ પુરસ્કાર આપવાની જાહેરાત કરેલ જેમાં ડો. રેખાબેન શાહ(મોરબી- ગુડ ટચ – બેડ ટચ) સર્વશ્રેષ્ઠ શીર્ષક વિજેતા જાહેર થયેલ. સાહિત્ય સેતુ દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવેલ.
લઘુકથા સ્પર્ધાના નિર્ણાયક તરીકેની કપરી જવાબદારી રાજકોટના જાણીતા સર્જક ધર્મેન્દ્રસિંહજી રાઠોડે સુપેરે બજાવેલ. સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમદોશી, જનાર્દનભાઈ આચાર્ય, પંકજ રૂૂપારેલીયા, સુધીર દત્તા, પ્રકાશ હાથી, નટવર આહલપરા, હસુભાઈ શાહ, ભરતભાઈ સુરેલીયા, નૈષધભાઈ વોરા, મિહિર ગોંડલીયા, કોમુ માજી કાર્યરત રહ્યા હતા,

રિલેટેડ ન્યૂઝ