ક્ધસલ્ટિંગ, સિવિલ એન્જીનીયર એસો. દ્વારા એરપોર્ટ એનઓસી પ્લાન મંજુરી સહિતનાં પ્રશ્ર્ને રૂડામાં રજુઆત કરાઈ

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)માં પ્લાન પાસ કરવાની મંજુરી સહિતની સમસ્યાઓ અંગે એસોસીએશન ઓફ ક્ધસલ્ટીંગ સિવિલ
એન્જિનિયર્સ દ્વારા રૂડાના મુખ્ય કારોબારી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને મુખ્ય કારોબારી અધિકારીએ તમામ મુદ્દાઓ અંગે સાનુકુળ પ્રતિભાવ આપી ટુંક સમયમાં પ્રશ્ર્નોના નિકાલ કરવાની ખાત્રી આપી હોવાનું એસોસીએશનની યાદીમાં જણાવાયું છે.
એસીસીઈના હોદેદારો રૂડાના મુખ્ય કારોબારી અધિકારીને નીચેના મુદ્દાઓની રજૂઆત કરી જેના અનુસંધાને તેઓનો ખુબ જ સાનુકુળ પ્રતિભાવ આપેલ છે અને ટુંક સમયમાં આ પ્રશ્ર્નોનો નિકાલ કરવાની ખાત્રી એસોસીએશને કારોબારી અધિકારી સમક્ષ રજૂ કરેલા પ્રશ્ર્નોમાં રા.મ્યુ. કોર્પો. ડેવલોપમેન્ટ ચાર્જ અત્યાર સુધી ભરવાનો આવતો તેનું પ્રમાણપત્ર તે જ દિવસે જ મળી જતું જેને બદલેહાલની પ્રક્રિયા મુજબ તેમાં ઘણો વિલંબ થાય છે તો આ પ્રક્રિયામાં સુધારો કરવો. ઓનલાઈન બીયુ મેળવવામાં, ચકાસણી ફી ભરવામાં સીજીડીસીઆર અને ઓનલાઈન સોફ્ટવેરમાં ચકાસણી ફીના દરમાં વિસંગતતા હોય તેની ચકાસણી કરી તેમાં સુધારો કરવો અને પ્લાન મંજુરીની પ્રોસેસમાં ઝડપ
કરવામાંગ કરાઈ છે. આ ઉપરાંત એરપોર્ટ એનઓસી અંગે એરપોર્ટ ડાયરેક્ટર સાથે થયેલ મિટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ એરપોર્ટના મધ્યથી 20 કિ.મી.થી 56 કિ.મી. વચ્ચેના એરિયામાં 75 મી. સુધીની હાઈટવાળા બિલ્ડીંગમાં એરપોર્ટ એનઓસી લેવું જરૂરી નથી. તેનો
તાત્કાલીક અમલ કરાવ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત એસીસીઈના પ્રેસીડેન્ટ ગૌરવ સોલંકી, સેક્રેટરી નિશાંત દોમડિયા, આઈપીપી ધર્મેન્દ્રભાઈ મિરાણી, ટેક્નિકલ લાયઝન કમિટિ ચેરમેન સંજયભાઈ રાઠોડ તથા ટેક્નિકલ લાયઝન મેમ્બર નિલેશભાઈ કારિયા, રમણીકભાઈ રાઠોડ તથા કમિટી મેમ્બર મિલનભાઈ ઝવેરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ