નાટક- ભવાઈ જેવી લોકકલાના માધ્યમથી ‘મતદાન જાગૃતિ સંદેશ’ પાઠવતા કલાકારો

ગુજરાત રાજ્યમાં આગામી તા.7મી મે-2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે દેશના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો અને મતદાર જાગૃતિ સંદેશ માટે વિશિષ્ટ નવતર પહેલ હાથ ધરી લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત 69- રાજકોટ પશ્ચિમના હેમુ ગઢવી હોલ અને 74-જેતપુર વિધાનસભા વિસ્તારના અમરાપર ગામ ખાતે નાટક-ભવાઈ એવા લોકકલાના માધ્યમથી મતદાર જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંપરાગત માધ્યમના કલાકારોએ મતદાન જાગૃતિનો સંદેશ પાઠવતી પ્રેરણાત્મક નાટક પ્રસ્તુત કરી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. મનોરંજન સાથે કલાકારોએ અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે તમામને હાકલ કરી હતી તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ નાગરિકોને મતદાન અવશ્ય કરવા શપથ લેવડાવ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ