રાજકોટમાં રમઝાન ઈદ પર્વની ઉજવણી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર રમજાન ઇદની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સતત રોજા રાખી આકરી તપસ્યા કર્યા બાદ આજે મુસ્લિમ સમાજના આબાલવૃદ્ધ મળી સૌએ ઈદની ઉજવણી કરી હતી. સવારે ઠેર-ઠેર રમજાન ઇદની સામુહિક નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ગળે મળી ઇદ મુબારક પાઠવ્યા હતા. આજે ઇદના તહેવારના પગલે પોલીસ દ્વારા ગઇકાલે મોડી સાંજથી જ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યા હતા અને કોઇ અનિચ્છનિય ઘટના બને નહીં તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. (તસ્વીર : પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ