મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સેવા સેતુ સંગમ કાર્યક્રમ યોજાયો

રાજકોટમાં અરવિંદભાઇ મણિઆર જનકલ્યાણ ટ્રસ્ટ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તા. 29 માર્ચના રોજ “સેવાસેતુ સંગમ” કાર્યક્મ યોજાયો હતો. જેમાં રાજકોટની અગ્રગણ્ય 92 સંસ્થાઓ જોડાઈ હતી. રાજકોટની અલગ-અલગ સંસ્થાઓ જે પોતાના ક્ષેત્રે અલગ-અલગ પ્રકારના સેવાકીય પ્રકલ્પો કરી રહી હોય જેવી કે શૈક્ષણિક. મેડિકલ, અનાથ- ગરીબ- દિવ્યાંગ બાળકો, ગંગાસ્વરૂૂપા માટે કે અન્ય સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી હોય તેવી સંસ્થાઓ એકબીજા સાથે હાથ મિલાવી સેવાકીય પ્રવૃતિઓને વધુ વેગ આપીને વધુ સારી રીતે ચલાવી શકાય તેવા હેતુથી આયોજિત આ કાર્યકમનું આયોજન હોટલ પેટ્રિયા સૂઈટ ખાતે સફળતાપૂર્વક સંપન્ન કરાયું હતું. પ્રારંભિક પ્રવચનમાં કાર્યક્રમની પીઠિકા બાંધતા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ જયેશભાઇ ઉપાધ્યાયએ કહ્યું કે આ કાર્યક્રમ રાજકોટની તમામ સેવાભાવી સંસ્થાઓને સેવાના માધ્યમથી એક મંચ પર લાવાનો ભગીરથ પ્રયાસ છે. રાજકોટના મહિલા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યુ હતું કે આજના કાર્યક્રમનું આયોજન ખુબ જ પ્રશંસનીય અને પ્રેરક છે. વિદેશના લોકો સેવા કરતી સંસ્થાઓને મદદરૂૂપ થવા આતુર હોય છે. મોટી રકમ દાન સ્વરૂૂપે આપવા ઇચ્છતા હોય છે પણ વહીવટી પ્રક્રિયાની આટીઘૂંટી અને સંસ્થાઓ પાસે અપૂરતા દસ્તાવેજોના કારણે આ રકમ સંસ્થા સુધી નથી પહોંચતી. ભૂતપૂર્વ સાંસદ દંપતી રામજીભાઇ અને રમાબેન માવાણી એ કહ્યું કે રાજકોટ ખરેખર રાજકોટ સેવાસદન હોય એવુ લાગે છે. કાર્યક્રમમાં ટ્રસ્ટી રાજુભાઇ ધ્રુવ એ જણાવ્યુ કે ભવિષયમાં આવી જ રીતે રાજકોટની બધી જ સંસ્થાઓને સાથે રાખી આખા દિવસના એક કાર્યક્રમનું આયોજન કરીશું. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયા, બિલ્ડર મુકેશભાઇ શેઠ, જીનીયસ સ્કૂલના ડી. વી. મેહતા, સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આ ઉમદા ભગીરથ કાર્યક્રમમાં મદદરૂપ થવા તત્પરતા દાખવેલી હતી. સેવાસેતુ સંગમ કાર્યકમનો પ્રોજેકટ હર્ષલભાઈ મણિઆરની આગેવાની હેઠળ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન નિલેષભાઈ શાહે કરેલુ હતું. કાર્યક્રમના પ્રોજેકટ ઇનચાર્જ ડો. વિશ્ર્વા કામદારની સાથે સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ તકે કલ્પકભાઈ મણિઆર સાથે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ જયેશભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ