રાજકોટમાં પેસેન્જર ભરવા મુદ્દે રીક્ષા ચાલકને અજાણ્યા શખ્સોએ માર માર્યો

લોઠડામાં પ્રૌઢ ઉપર એક શખ્સ પાઇપ વડે તૂટી પડ્યો

રાજકોટ શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતો યુવાન ગોંડલ ચોકડી પાસે હતો ત્યારે રિક્ષામાં પેસેન્જર ભરવા મુદ્દે અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસે રહેતો પ્રકાશ ભુપતભાઈ ચારોલા નામનો 32 વર્ષનો યુવાન ગોંડલ ચોકડી પાસે હતો ત્યારે એક શખ્સે ઇટ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત પ્રકાશ ચારોલા સાથે પેસેન્જર ભરવા મુદ્દે અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા આશાપુરાનગરમાં રહેતા સાયરભાઈ અજીતભાઈ સદાણી નામના 45 વર્ષના પ્રૌઢ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં લોઠડા ગામે હતા ત્યારે વિરમ કરસન ભરવાડ નામના શખ્સે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો સાયરભાઈ સદાણીને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ કરી છે.

રિલેટેડ ન્યૂઝ