જીટીયુમાં લાભુભાઇ ત્રિવેદી કોલેજનો દબદબો રહ્યો

તાજેતરમાં જાહેર થયેલા જીટીયુ વિન્ટર 2023 માં લેવાયેલ પ્રથમ વર્ષની પરીક્ષામાં રાજકોટની મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અને જીટીયુ સાથે સંલગ્ન ઉચ્ચ ગુણવત્તા સાથે ટેકનિકલ શિક્ષણ આપતી એવી જકઝઈંઊઝ કોલેજનું 74% રીઝલ્ટ સાથે સમગ્ર જીટીયુ માં ત્રીજો રેન્ક અને સમગ્ર સૌરાષ્ટ્ર- રાજકોટમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. તારીખ 9 એપ્રિલ 2024 ના રોજ જીટીયુ પોર્ટલ પર આ રીઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે. કુલ 11 હજારથી વધારે વિદ્યાર્થીઓ તેમજ 68 કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જેમાંથી 5708 એટલે કે 51% જેટલા વદ્યાર્થીઓએ જ ૠઝઞ ની પરીક્ષા પાસ કરી છે. જકઝઈંઊઝ કોલેજ માંથી છનિયારા ક્રિશા, માનાવદરિયા ધરીની, જોષી કેયુર, મોદી નિઝામ દ્વારા 8.5 થી વધુ જઙઈં લાવી તેમના પરિવાર તેમજ કોલેજનું ગૌરવ વધારેલ છે. ઉજ્જવળ પરિણામ બદલ કોલેજના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડો. બી.એમ. રામાણી દ્વારા સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે.

રિલેટેડ ન્યૂઝ