રાજકોટ જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળે જુગારના દરોડા: 25 પત્તાપ્રેમી ઝડપાયા

ભાડલા, મેટોડા, શાપર, જસદણમાં પોલીસે પાડેલા દરોડામાં 67 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લામાં ખેતીની સીઝન પૂરી થતાની સાથે જ જુગારની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે જિલ્લામાં ચાર સ્થળે જુગારના હાટડા પર પોલીસે દરોડા પાડી જુગટુ ખેલતા 25 શખ્સોની ધરપકડ કરી 67 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મદાવા ગામની સીમમાં ડુંગરાળ વિસ્તારમાં ઝાડની નીચે ચાલતા જુગારના અખાડા ઉપર એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા મદાવા ગામના રાયધન કરમશી મુલાણી ઉ.વ.42, ચોટીલાના અરવિંદ સોમાભાઈ બાવળિયા ઉ.વ.27, ગઢડિયાના પ્રેમજીભાઈ જીવાભાઈ ચાવડા ઉ.વ.40, જસદણના દિપક જાદવભાઈ રાઠોડ ઉ.વ.54, જસદણના રાજુ કેશુભાઈ રામાવત ઉ.વ.42 અને કોડુકા ગામના બેચર પ્રેમજીભાઈ બેરાણી ઉ.વ.40ની ધરપકડ કરી રૂા. 40,200ની રોકડ રકમ કબ્જે કરી હતી.
લોધીકાના હરીપર પાળ ગામે ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાળ ગામના જીકાભાઈ બચુભાઈ સીતાપરા ઉ.વ.45, આશિષ જવાહર કહાર ઉ.વ.30, રવિન્દ્રસિંગ બદ્રેસ્વરસિંગ પટેલ ઉ.વ.35, હસમુખ પરસોતમ વડેચા ઉ.વ.34, રાજેશ મુખીરામ જયસ્વાલ ઉ.વ.38, ચુન્નુ કુમાર કમલેશ મહોતા ઉ.વ.27, દેવજી સવજી પરમાર ઉ.વ.38 અને બટુક પરસોતમ સિતાપરા ઉ.વ.55ની ધરપકડ કરી 20,900ની રોકડ રકમ કબ્જે કરી હતી.
શાપર-વેરાવળ સિતળા મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા મગન બેચરભાઈ જાદવ ઉ.વ.60, પ્રેમજી આલજી રાઠોડ ઉ.વ.50, મોતીભાઈ ખીમજીભાઈ ડાભી ઉ.વ.55, લક્ષ્મણ મોહનભાઈ ચાંચિયા ઉ.વ.50, પીતાંબર કલાભાઈ સોલંકી ઉ.વ.62 અને જીવણ રતીલાલ વોરા ઉ.વ. 64ની ધરપકડ કરી રૂાી. 4,530ની રોકડ રકમ કબ્જે કરી હતી. જસદણના રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી રૂા. 1,780ની રોકડ રકમ કબ્જે કરી હતી.

રિલેટેડ ન્યૂઝ