ડિલક્સ ટ્રેડિંગના માલિકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ

ચેકની રકમ વળતર પેટે 60 દિવસમાં ફરિયાદીને ચૂકવી દેવા હુકમ

રાઉન્ડ બાર અને ફોર્જિંગ પાર્ટ્સની ખરીદી પેટે દુર્ગા ઇન્ડસ્ટ્રીઝને આપેલો 7.85 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે ડિલક્સ ટ્રેડિંગના માલિકને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે 60 દિવસમાં ફરિયાદીને ચૂકવી દેવા હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ લોધિકા તાલુકાના પારડી સિધેશ્વર રેસિડેન્સીમાં રહેતા દુર્ગા ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો યાદવ દંપતી પાસેથી તેમની નજીક જ રહેતા ડીલક્ષ ટ્રેડિંગના પ્રોપ્રાઇટર સંતોષ પ્રજાપતિ રહેલા ફોર્મ પરત કરી શકાશે રાઉન્ડ બાર અને ફોર્જિંગ પાર્ટ્સ વગેરે ખરીદતા હતા, તેના 31/ 3/ 2018ના સ્ટેટમેન્ટ મુજબ રૂપિયા 7.85 લાખનો ચેક સંતોષ પ્રજાપતિએ આપ્યો હતો, તે ચેક તેના ખાતામાં અપૂરતી રકમને કારણે પાછો કર્યો હતો. અંગે લીગલ નોટિસ પાઠવ્યા બાદ ભાગીદારો સત્યેન્દ્ર રામનાથ યાદવ અને દયાદેવીએ લોધીકા કોર્ટમાં સંતોષ પ્રજાપતિ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં બંને પક્ષની રજૂઆતો, પુરાવા અને દલીલો બાદ લોધીકા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આર કે જાનીએ આરોપી સંતોષ પ્રજાપતિને નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 138ના ગુનામાં તકસીરવાર ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ 60 દિવસમાં ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની જેલસજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે ફરિયાદી વતી કે. એન. ઠાકર રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ