રાજકોટમાં મકાન માલિકે બાંધકામના 8 લાખ નહી આપતા કોન્ટ્રાકટરનો આપઘાતનો પ્રયાસ

મજૂરી કામની ચુકવણી નહીં કરતા આર્થિક ભીંસમાં ઝેર પી લીધું

શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલ મધુવન સોસાયટીમાં કોન્ટ્રાકટરે મકાન બનાવ્યા બાદ મકાન માલીકે આ મકાન ગમતુ નથી પાડી નાખો તેમ કશી મકાન પાડી નાખુ હતુ અને માથે જતા કોન્ટ્રાકટરને ચૂકવવાના રૂા.8લાખ પણ ના આપતા કોન્ટ્રાકટરે તેમની બેડી ગામ પાસે ચાલતી સાઇટ પાસે ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાત થતાં કુવાડવા પોલીસે કોન્ટ્રાકટરનું નિવેદન લેવા તપાસ શરૂ કરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રોડ પર ઉત્સવ સોસાયટીમાં રહેતા વસંતભાઇ ભીખાભાઇ કાકડીયા (પટેલ ઉ.વ.55) એ આજે સવારે બેડીગામ પાસે તેમની સાઇટ નજીક કોઇ ઝેરી દવાપી લેતા તેમને સારવાર માટે અહિની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.વસંતભાઇ સંતાનમાં બે દિકરા છે.પોતે ચાર ભાઇ અને બે બહેનમાં મોટા છે. વસંતભાઇએ આક્ષેપ સાથે જાણાવ્યું હતુ કે,પોતે મકાન બાંધકામનો કોન્ટ્રાકટ રાખે છે.તેઓએ હાલમાં જ મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે આવેલી મધુવન સોસાયટીમાં રહેતા દિલીપભાઇ બોરીચાનું દોઠેક મહિના પહેલા મકાન બાંધકામનું કામ રાખ્યુ હતુ અને તે મકાન તૈયાર થયા બાદ દિલીપભાઇએ કહ્યું કે આ મકાન મને ગમતુ નથી પાડી નાખો જેથી જેટલુ મકાન બાંધ્યુ હતુ તે મકાન પાડી નાખ્યુ હતુ અને દિલીપભાઇ પાસેથી મજુરીના અને મજુરોને આપવાના રૂા.8લાખ માંગ્યા હતા જેથી દિલીપભાઇએ પૈસા આપવાની ના પાડી દેતા કોન્ટ્રાકટર વસંતભાઇએ બેડી પાસે આવેલી તેમની સાઇટ પાસે ઝેરી દવા પી લીધી હતી.આ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના હેડકોન્સ્ટેબલ રામસીભાઇ વરુ અને કોન્સ્ટેબલ બળુભાઇએ કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે વસંતભાઇનું નિવેદા લેવા તજવીજ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ