મોટી પાનેલીમાં ભાઈચારા સાથે ઈદનું ઝુલુશ નીકળ્યું

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં રમજાન ઈદ નિમિતે સર્વે મુસ્લિમ બિરાદરો એ ભવ્ય ઈદ ની ઉજવણી કરવામાં આવેલ સવાર થી મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરી એકબીજા ને ભેટી ઈદ ની મુબારક સાથ અલ્લાલ તાલા ને બન્દગી માં ભાઈચારા ની ભાવના બની રહે તેવી ઈબાદત કરી એકબીજા ના મોં મીઠાં કરાવેલ સાથેજ જુલૂશ રૂપે ગામની મુખ્ય બજારોમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં નીકળી હિન્દૂ ભાઈઓ સાથે ઈદ મુબારક ની આપ લે કરી સર્વોને ખુશીઓ સાથે બરકત બની રહે તેવી શુભેચ્છા પાઠવેલ આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ સોરા દ્વારા તમામ ને ઈદ ની મુબારક સાથે ભાઈચારો બનાવી રાખવા બદલ આભાર વ્યક્ત કરેલ.
(તસ્વીર : અતુલ ચગ)

રિલેટેડ ન્યૂઝ