ભાટીયામાં વાલ્મીકી સમાજ દ્વારા પાટોત્સવ

ભાટીયાના વાલ્મીકી સમાજ દ્વારા તા.15 થી 17 એપ્રિલ ત્રણ દિવસ વિવિધ ધાર્મીક પ્રસંગો ઉજવવામાં આવશે. જેમાં તા.15ના રામદેવજી મહારાજના બારપ્રહર પાટોત્સવ તા.16ના સંતવાણી રાતે 10 કલાકે જેમાં જાણીતા કલાકારો કિશોરભાઇ વાઘેલા, કૈલકાશગીરી ગોસ્વામી, તથા કવીતાબેન ઝાલા સંતવાણી પીરસશે. તા.17ના સવારે મંડપ ઉત્સવ સહીતના વિવિધ ત્રણ દિવસ ધાર્મિક પ્રસંગો ભાટીયા હાઇવે રોડ માર્કેટ યાર્ડની સામેની જગ્યામાં યોજાશે.

રિલેટેડ ન્યૂઝ