ઉપલેટાના 85 વર્ષીય વૃદ્ધ મહિલાએ રાખ્યા પુરા 30 રોઝાઓ

દરેક સમુદાય માટે દુવાઓ કરી ખુદાને ઈબાદત કરી

ઉપલેટા તા. 11 ઉપલેટા શહેરમાં રહેતા અને 85 વર્ષના મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા રમઝાન માસ નિમિત્તે પોતાની 85 વર્ષની ઉંમરે 30 રોજાઓ રાખીને રમઝાન માસની વિશેષ રૂપે ઉજવણી કરી છે. આ ઉજવણીને લઈને વૃદ્ધ મહિલાએ રાખેલા 30 રોજાઓ સૌ કોઈ માટે પ્રેરણા સ્વરૂપ બાબત બની રહી હોવાનું સામે આવી રહ્યું છે. આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમઝાન માસ દરમિયાન રોઝાઓ રાખે છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ 85 વર્ષની વૃદ્ધ મહિલા 30-30 રોજાઓ રાખે છે અને રમજાન માસ દરમિયાન દુવાઓ કરીને ખુદાની બંદગી કરે છે.
ઉપલેટામાં રહેતા આ વૃદ્ધ મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયની અંદર ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની કાળજાળ ગરમી અને અંગ દજાળતા તડકાઓ વચ્ચે પણ તેમના પરિવારના 85 વર્ષીય કુલશમબેન ઈબ્રાહિમભાઈ પઠાણ નામના આ વૃદ્ધ મહિલા પોતાની 85 વર્ષની ઉંમરે પણ અડીખમ છે અને છેલ્લા બે વર્ષથી પૂરેપૂરા 30 જેટલા રોજાઓ રાખે છે. આ મહિલા મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા પવિત્ર રમજાન માસની આસ્થા શ્રદ્ધા સાથે ઉજવણી કરી દરેક સમાજ દરેક સમુદાય માટે દુવાઓ અને પ્રાર્થનાઓ કરી છે.

રિલેટેડ ન્યૂઝ