મનપા દ્વારા પ્લાસ્ટિકના હોલસેલરો ઉપર દરોડા

133 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. 66000 નો દંડ ફટકાર્યો: નાના વેપારીઓને બદલે મુળ સ્થાનો પર તવાઇ

મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં નાના વેપારીઓને ત્યાંથી છૂટક પ્રતિબંધીત પ્લાસ્ટિક દરરોજ જપ્ત કરવામાં આવી રહ્યું છે.
પરંતુ આજરોજ પ્લાસ્ટિકના 14 હોલસેલ વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી 153 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂા.66000નો દંડ ફાટકાર્યો હતો. તેમજ 69 દુકાનોમાં પણ ચેકીંગ કરી પ્લાસ્ટિક મળી આવતા રૂા.15850નો દંડ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજરોજ પ્લાસ્ટિકનું વેચાણ કરતા હોલસેલ વેપારીના ત્યાં કડક ચેંકીંગ કાર્યવાહી હાથ ધરી 14 વેપારીઓને ત્યાંથી 153 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી દંડની રકમ વસુલ કરવામાં આવેલ જેમાં મારૂતિ ટ્રેડીંગ કંપની 5000, ક્રિષ્ના પ્લાસ્ટિક 5000, પેકવેલ પ્લાસ્ટિક 5000, શ્રીનાથજી પ્લાસ્ટિક 5000, શ્રી બાલાજી ટ્રેડર્સ 5000, મોહનજી માધવજી ચંદારાણા 5000, રઘુવીર પ્લાસ્ટિક 5000, સિદ્ધિવિનાયક પ્લાસ્ટિક 3000, રાજુ પ્લાસ્ટિક 5000, સીમા પ્લાસ્ટિક 5000, પ્રીતેશ પોલીપેક 3000, જી કગરીયા પ્લાસ્ટિક 5000, જે કટારીયા પ્લાસ્ટિક 5000, મનોજભાઈ પ્લાસ્ટિકવાળા 5000 કુલ 66000નો દંડ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2021 અન્વયે આજરોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજરોજ ત્રણેય ઝોનમાંથી કુલ 69 આસામીઓ પાસેથી 3.76 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.15,850/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. મનપા દ્વારા છૂટક પ્લાસ્ટિક વાપરતા સેન્ટ્રલ ઝોનના ઢેબર રોડ, કેવડાવાડી રોડ પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 29 આસામીઓ પાસેથી 1.850 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.6,400/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના પુનીતનગર 80 ફૂટ રોડ, અમૃતપાર્ક મેઇન રોડ પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 26 આસામીઓ પાસેથી 1.430 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 6,100/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના થોરાળા મેઈન રોડ, ભાવનગર રોડ પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 14 આસામીઓ પાસેથી 0.480 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ. 3,350/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ સેન્ટ્રલ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ