લાલજીભાઈ ચૌહાણ મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટ આજથી શરૂ

રાજકોટ તા.14: વાય.સી.સી., રાજકોટ ત્થા આર.ડી.એફ.એ. દ્વારા લાલજીભાઈ ચોહાણ મેમોરિયલ રાજકોટ સિનયર ભાઈઓ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું તા. 15-05-2024 થી 30-05-2024 દરમ્યાન રાજકોટ ખાતે મ્યુનીસીપલ ટર્ફ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રમાશે. પ્રેસીડેન્ટ વાય.સી.સી. રાજકોટ જીવણસિહ બારડ, પ્રેસીડેન્ટ આર.ડી.એફ.એ. ગુણવંતભાઇ ડેલાવાળા, વાઇસ પ્રેસીડેન્ટ આર.ડી.એફ.એ. ડી.વી. મહેતા, મુકેશભાઈ બુંદેલા, બી.કે. જાડેજા ત્થા સેક્રેટરી રોહિત બુન્દેલા માર્ગ દર્શન હેઠળ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન તા. 15-05-2024 નાં રોજ સાંજના 03:00 કલાકે ચોહાણ પરીવાર ત્થા વાય.સી.સી. અને આર.ડી.એફ.એ. દ્વારા કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં રાજકોટની નામાંકિત ટીમો ભાગ લઇ રહેલ છે આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે વાય.સી.સી. રાજકોટ ના મેમ્બર્સ તેમજ આર.ડી.એફ.એ. તમામ મેમ્બર્સ જહેમત કરી રહેલ છે.

રિલેટેડ ન્યૂઝ