મનપાના ફુડ વિભાગ દ્વારા પાંચ બરફની ફેકટરીઓને અપાઈ નોટીસ

37 ખાણીપીણીના ધંધાર્થીઓ પાસેથી મેળવેલ નમુનામાં વાંધાજનક કંઈ ન મળ્યું

ફૂડ વિભાગ દ્વારા ઉનાળાની ઋતુમાં બરફનો વધુ ઉપયોગ થતો હોય બરફમાં વાપરતુ પાણી શુદ્ધ હોવા અંગેની આજે તપાસ હાથ ધરી હતી જેમાં પાંચ આઇસ ફેક્ટરીને બરફમા વાપરતા પાણીનો રોજે-રોજનો રીપોર્ટ તેમજ હાઇજેનીક કાન્ડીશન અંગે નોટીસ ફાટકરવામાં આવી હતી. જ્યારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 37 ખાદ્યચીજોના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી 25 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરી 19 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગના જાણાવ્યા મુજબ આગામી દિવસોમાં બરફનો ઉત્પાદન કરતા તમામ કારખાનાઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા આજે રામનાથ પરા મેઇન રોડ તથા અર્યનગર અને ગોવિંદબાગ શાકમાર્કેટ વિસ્તારમાં ફરસાણ તથા દુધની ડેરી અને કોલ્ડ્રીંકસના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી નમૂના તપાસવામાં આવેલ પરંતુ વાંધાજનક કંઇ ન મળતા ફક્ત લાયસન્સ અને હાઇજેનીક બાબતે સૂચના આપવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા આઇસ ફેક્ટરીમાં ચકાસણી હાથ ધરી લાભ આઇસ ફેક્ટરી (શિવમ્ ઇન્ડ. એરીયા, ગોંડલ રોડ ચોકડી પાછળ, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ)- લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ, મહાદેવ આઇસ (સોમનાથ ઇન્ડ. એરીયા, કોઠારીયા, ગોંડલ, રાજકોટ)- લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ, નવદુર્ગા આઇસ ફેક્ટરી (મહાલક્ષ્મી મીલ પાસે,વાવડી, ગોંડલ રોડ, રાજકોટ) – લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ, ક્રિષ્ના ફ્રીઝીંગ આઇસ ફેક્ટરી (નવરંગપરા, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ) – લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ, નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરી (ડીલક્ષ ચોક, કુવાડવા રોડ, રાજકોટ) -હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ કારખાનામાં સ્વચ્છતા અને લાયસન્સ બાબતે પણ સૂચના આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ