રાજકોટમાં બોલેરો દૂર લેવા મુદ્દે ચાલક ઉપર પિતા-પુત્ર સહિત છ શખ્સનો હુમલો

મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ: પોલીસ ફરિયાદ

રાજકોટ શહેરના દાણાપીઠમાં માલખાલી કરવા આવેલા બોલેરો ચાલક ઉપર ભરવાડ પિતા-પુત્ર સહિત છ સખ્સોએ બોલેરો દૂર લેવાનું કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. જેમાં બોલેરો ચાલકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ કુવાડવા ગામે હુડકો ક્વાર્ટરમાં રહેતો અને બોલેરો ચલાવતો સત્રી વાઘજીભાઈ સુરેલા (ઉ.વ.24) નામનો યુવાન આજે સવારે પોતાની બોલેરોમાં ખાંડ ભરી દાણાપીઠમાં ખાલી કરવા માટે આવ્યો હતો., દરમિયાન ચના ભરવાડે બોલેરો દૂર લેવાનું કહેતા તેણે ખાંડ ખાલી કરી લઉ પછી લઈ લઈશ, તેમ કહેતા ચના ભરવાડ તેના બે પુત્ર અને અજાણ્યા ત્રણ શખ્સોએ ઝઘડો કરી જેકની ટોની અને હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરતા બોલેરો ચાલક સન્નીને માથામાં ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. બીજીતરફ દાણાપીઠમાં જાહેરમાં હુમલાની ઘનટાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. મારામારીના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ