રાજકોટમાં કારખાનેદારે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

કારણ અકબંધ: ફોન ન ઉપાડતા પિતરાઈ ભાઈ ગોડાઉને પહોંચતા આધેડનો મૃતદેહ લટકતો મળ્યો

રાજકોટમાં મવડીના ધરમનગરના પટેલનગરમાં પાઈપનું ગોડાઉન ધરાવતા કારખાનેદારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગઈકાલે તેઓ ફોન ન ઉપાડતાં તેમના પિતરાઈ બાઈ રૂબરૂ ગોડાઉને જતાં તેઓ લટકતી હાલતમાં જોવા મળ્યા હતાં. આપઘાત કરવાનું કારણ જાણવા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ વિગતો અનુસાર, 40 ફુટ રોડ લાઈફ લાઈન હોસ્પિટલ પાસે પટેલનગરમાં રહેતા હસમુખભાઈ રણછોડભાઈ વેકરીયા (ઉ.48) નામના આધેડ તેમના ઘરની બાજુમાં ધરમનગરમાં આવેલા પોતાના પાઈપના ગોડાઉનમાં હતાં ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયો હતો. હસમુખભાઈ બેભાઈ એક બહેનમાં મોટા છે. તેમને સંતાનમાં એક પુત્ર આયુષ છે. આયુષને લોધિકાના છાપરા ગામે પ્લાસ્ટીકના પાઈપનું કારખાનું છે. ગઈકાલે તેઓ પોતાના ધરમનગરમાં આવેલા ગોડાઉનમાં હતાં ત્યારે આ પગલું ભરી લીધું હતું.

રિલેટેડ ન્યૂઝ