ખાદ્યતેલમાં રૂ.10 અને કપાસિયા તેલમાં રૂ.05નો ઘટાડો

ખાદ્યતેલમાં રૂ.10 અને કપાસિયા તેલમાં રૂ.05નો ઘટાડો થયો છે. અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે. ચણા બેસન બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી છે. એરંડા બજારમાં ભાવમાં વધઘટ જણાતી હતી. જ્યારે રૂ કપાસ બજારમા મક્કમ વલણ જોવા મળી રહ્યું છે.
મગફળી
મગફળી બજારમાં ભાવમાં નોંધપાત્ર ફેરફાર હતો. જૂનાગઢમાં 6,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 23,500, જી 10 28,300, જી20 31 27,000 અને ટીજે 37 27,000 ઉપર જણાતા હતા.
ખાદ્યતેલ
ખાદ્યતેલમાં રૂ.10 અને કપાસિયા તેલમાં રૂ.05નો ઘટાડો થયો છે. અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
રાજકોટમાં સીંગતેલમાં 15 કિગ્રા ટીન 2530- 2580, 15 કિગ્રા લેબલ ટીન 2480 – 2530, 15 લીટર નવા ટીન 2400 – 2450, 15 લીટર લેબલ ટીન 2250 – 2280 ઉપર હતા. સાઈડ તેલોમાં કપાસિયા તેલમાં રૂ. 15 કિગ્રા નવા ટીન 1705- 1735, 15 કિગ્રા જુના ટીન 1655 – 1685, 15 લીટર નવા ટીન 1575 – 1605, 15 લીટર જુના ટીન 1525 – 1555 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 1660 – 1700, પામોલિન તેલ રૂ. 1485 – 1490, કોપરેલ 2430 – 2480, દિવેલ 2000 – 2020, કોર્ન 1520 – 1540, મસ્ટર્ડ ઓઇલ 1670 – 1700 અને સનફલાવરના ભાવ 1520 – 1540 ઉપર જણાતા હતા.
સિંગખોળ જૂનાગઢમાં રૂ. 31,000 ઉપર સ્થિર જોવા મળ્યો છે.
ચણા બેસન
ચણા બેસન બજારમાં ભાવ સ્આથઇત રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી છે. આજરોજ રાજકોટમાં ચણા 4600 – 4700, બેસન 4700 – 4800 અને ચણા દાળ 5800 – 6000 ઉપર મક્કમ જણાતા હતા.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે. દિવેલના ભાવ 1140 – 1150 ઉપર નોંધાયા છે.
એરંડા બજારમાં મુખ્ય પીઠમાં જગાણા 1146, કડી 1155, કંડલા 1125 – 1130, શાપુર 1130- 1135 અને ગિરનારના ભાવ 1125 – 1130 ઉપર જોવા મળ્યા છે.
રૂ કપાસ
રૂ કપાસ બજારમાં મક્કમ વલણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં આજે 10,000 મણની આવક જોવા મળી હતી.
આજરોજ દેશમાં 30,000 ગાંસડી કપાસની આવક હતી. જ્યારે રાજ્યમાં 8,000 ગાંસડીની આવક જણાતી હતી. સૌરાષ્ટ્રમાં 50,000 મણની આવક રહી હતી.

રિલેટેડ ન્યૂઝ