રાજકોટમાં સાંઢીયા પુલ બંધ થતા ભોમેશ્ર્વર વિસ્તારમાં ટ્રાફીક જામ હવે દોઢ-બે વર્ષ સુધી લોકોએ ફરી ફરીને જવું-આવવું પડશે

રાજકોટમાં વર્ષો જુના સાંઢીયા પુલનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના સંદભે આજ તા.રર ને બુધવારથી પુલ બંધ કરવામાં આવ્યો છે. અને ભોમેશ્ર્વર વિસ્તારમાંથી ડાયવઝન આપવામાં આવ્યું છે. જે આજે પ્રથમ દિવસથી ટ્રાફીક જામની સમસ્યા ઉભી થઇ ગઇ છે. આ સાથો સાથ ભોમેશ્ર્વર વિસ્તારના લોકોએ પણ દોઢ થી બે વર્ષ સુધી પરેશાની વેઠવી પડશે સાથો સાથ આ બાજુથી આવન-જાવન કરતા લોકોએ ફરી ફરીને જવાની તકલીફ ભોગવવી પડશે

રાજકોટ-જામનગરને જોડતાં રાજાશાહી વખતના સાંઢીયા પુલને તોડી નવો બનાવવા માટેની કામગીરીને લઈને આજથી જામનગર રોડ સાંઢીયા પુલને તમામ વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ પૂલ પર દરરોજ 60 હજારથી વધુ વાહનોની અવરજવરને અસર થશે. હવે રાજકોટથી જામનગર રોડ તરફ અને જામનગર રોડથી હોસ્પિટલ ચોક તરફ આવતાં વાહનોને લાંબો ફેરો કરવો પડશે. આ અંગે પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડીને હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જતાં વાહનો માટે અને માધાપર ચોકડી તરફથી હોસ્પિટલ ચોક તરફ જતાં વાહનો માટે ડાયવર્ઝન આપ્યું છે. રાજકોટ-જામનગરને જોડતા રાજાશાહી વખતના સાંઢીયા પુલને તોડીને ત્યાં નવો ફોરલેન બ્રીજ બનાવવા માટેની કામગીરી હવે ટૂંક સમયમાં જ શરૂ થશે.છેલ્લા ઘણા વખતથી આ સાંઢીયા પુલને તોડવા અને નવા પુલને બનાવવા માટેની અનેક મુદતો પડી હતી. અંતે આજથી જામનગર રોડ સાંઢીયો પુલ વાહનોની અવર જવર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે અને હવે પુલને તોડી મહાનગરપાલિકા 68 કરોડના ખર્ચે નવો ફોરલેન પુલ બનાવશે. સાંઢીયો પુલ આજથી બંધ કરવામાં આવતાં રાજકોટ અને જામનગર તેમજ રાજકોટ થી જામનગર અવર જવર કરતાં વાહનોને અસર પહોંચશે. આ પુલ ઉપરથી દરરોજ 60 હજારથી વધુ વાહનોની અવરજવર થતી હતી. હવે આ પુલ બંધ થતાં વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે ડાયઝર્વન આપવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડીને નવા ફોરલેન પુલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામું અમલમાં રહેશે તેવી જાહેરાત કરી છે. પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ જામનગર રોડ અને માધાપર ચોકડી તરફથી ભોમેશ્ર્વર તરફ આવવા માટે માત્ર ટુ વ્હીલને જ મંજુરી અપાઈ છે. રીક્ષા, છકડો રીક્ષા, ફોર વ્હીલ, લાઈટ વેટ વ્હિકલ એમ્બ્યુલન્સ સહિતના તમામ વાહનોને રેલનગર બ્રીજ ચોકથી ડાયવર્ટ કરીને રેલનગર નાલામાંથી પોપટપરા થઈ રેલવે સ્ટેશન વાળા રોડ પરથી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. તેમજ માધાપર ચોકડીથી 150 ફુટ રીંગ રોડ પર અને રૈયા ચોકડીથી રેસકોર્સ રીંગ રોડ અને હોસ્પિટલ ચોક તરફ ફોર વ્હીલ અને એસ.ટી.બસને અવરજવર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમજ હોસ્પિટલ ચોકથી જામનગર રોડ અને માધાપર ચોકડી તરફ જવા માટે ટુ વ્હીલ તેમજ તમામ ફોર વ્હીલ જેમાં કાર એમ્બ્યુલન્સ સહિતના લાઈટ વેટ વ્હિકલોને જામનગર રોડ જવા માટે ભોમેશ્ર્વર ફાટક અને ભોમેશ્ર્વર મંદિરથી જામનગર રોડ તરફ જવાની મંજુરી આપવામાં આવી છે. જ્યારે જામનગર રોડથી ભોમેશ્ર્વર મંદિર થઈ ભોમેશ્ર્વર ફાટકથી જામનગર રોડ તરફ માત્ર ટુ વ્હીલને જ મંજુરી આપવામાં આવી છે. સાંઢીયો પુલ આજથી વાહનોની અવરજવર માટે બંધ કરાતા વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન સાથે વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે હવે ડાયવર્ઝન વાળા રસ્તે તેમજ જામનગર રોડ સાંઢીયા પુલ આસપાસના પરસાણાનગર, ભોમેશ્ર્વર, પોપટપરા, રેલનગર, સિંધી કોલોની, જંકશન સહિતના વિસ્તારોમાં ટ્રાફીકની અવરજવર વધશે અને ટ્રાફીક જામના દ્રશ્યો પણ જોવા મળશે

રિલેટેડ ન્યૂઝ