દેશની અંદર કેટલા આતંકી છે?: પ્રવિણ તોગડિયા

રાજકોટમાં આતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દુ પરિષદના અધ્યક્ષે સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ

દેશભરમાં રાષ્ટ્રીય બજરંગદળના વિર હિન્દુ વિજેતા હિન્દુ કેમ્પ (હનુમાન ચાલિસા કેન્દ્રો) ક્રમશ: શરૂ કરવામાં આવી રહ્યા છે. આ અનુસંઘાને આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળનાં સર્વેસવા ડો.પ્રવિણભાઇ તોગડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી તેઓના ગરીબોને અનાજ આપવાની સેવાની વિગતો આપી હતી. પત્રકારોને વિગતો આપતા ડો.પ્રવિણભાઇ તોગડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1989થી અમદાવાદના સરખેજથી શરૂ કરાયેલ હનુમાન ચાલિસા કેન્દ્રો આજે 30 રાજ્યોમાં કાર્યરત થઇ ગયા છે. હાલના દિવસોમાં 13 હજાર હનુમાન ચાલિસા કેન્દ્રો ચાલી રહ્યા છે અને દેશભરમાં આવા એક લાખ કેન્દ્રો શરૂ કરવા મહેનત કરાતી હોવાનું ડો.તોગડીયાએ જણાવ્યું હતું. હનુમાન ચાલિસા કેન્દ્રો પર થતી સેવા બાબતે તેઓએ કહયું કે દર અઠવાડિયે હનુમાન ચાલિસા કેન્દ્રો પર બજરંગ દળનાં સૈનિકરૂપ સેવાભાવીઓ એક મુઠ્ઠી અનાજ એકત્ર કરાવશે અથવા તો આટલા અનાજ માટે લોકોને જાગૃત કરીને દેશના 1 કરોડ ગરીબો સુધી અનાજ પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરાયો છે. આ માટે બજરંગદળ સાથે જોડાયેલા ભકતો, ભાવિકો દ્વારા તનતોડ જહેમત ઉઠાવાઇ રહી છે. અયોધ્યામાં રામ મંદિર બન્યાનો રાજીપો વ્યકત કરી ડો.તોગડીયાએ કાશી-મથુરામાં પણ રામમંધ્રિ બનવું જ જોઇએ તેવો મત વ્યકત કર્યો હતો. ચૂંટણીમાં રામમંદિરનો મુદ્દો ઉઠાવાયો તે બાબતે તેઓએ પત્રકારોને જણાવેલ કે રામ મંદિર શ્રધ્ધાનો વિષય છે, ચૂંટણીનો નહીં, 4થી જૂને મતદારો ફેંસલો કરી નાખશે.
દેશને અફઘાનિસ્તાન બનતું
રોકવું જરૂરી ડો.પ્રવીણ તોગડિયા
આતંકવાદ બાબતે ચિંતા વ્યકત કરતા ડો.પ્રવિણ તોગડીયાએ માર્મિક ટકોર સાથે કહયું કે, છેક શ્રીલંકામાંથી આંતકીઓ ભારતમાં ઘૂસી ગયા, આ તો પકડાયા નહીં પકડાયેલા કેટલા આતંકીઓ હવાઇ માર્ગે પેરાશ્યુટ પહેરીને તો આવતા નથી. આ માટે સમગ્ર દેશે ચિંતા વ્યકત કરી દેશને અફઘાનિસ્તાન બનતું રોકવું પડશે. ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ અંગે ડો.તોગડીયાઅ. પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ