રાજકોટમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પતિ સાથે પૈસા બાબતે તકરાર થતાં પત્નીએ આત્મઘાતી પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત

રાજકોટ શહેરમાં આવેલા નહેરુનગરમાં આહીરચોક પાસે રહેતી પરણીતાએ પતિ સાથે પૈસા બાબતે ટકરાર થતાં ગળેફાંસો ખાઈ આપઘાત કરીલીધો હતો. પરણીતાના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ નહેરુનગરમાં આવેલા આહીર ચોક પાસે રહેતી બીનુબેન ઉમેશભાઈ ગૌતમ નામની 23 વર્ષની પરણીતા સવારના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પતરાના એંગલમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક બીનુબેન ગૌતમને તેના પતિ ઉમેશભાઈ ગૌતમ સાથે પૈસા બાબતે ઝઘડો થયો હતો જેથી બિનુબેન ગૌતમે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પતિએ સવારના છ વાગ્યાના અરસામાં દરવાજો ખખડાવતા દરવાજો નહી ખોલતા દરવાજો નહીં ખોલતા દરવાજો તોડીને બીનુબેન ગૌતમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ