રાજકોટમાં યુવતીના નામે ફેક ફેસબુક આઇડી બનાવનાર યુવાનને બે શખ્સે ગોંધી રાખી માર માર્યો

ગોંડલ પંથકનો સગીર રાજકોટમાં ગર્લફ્રેન્ડના જન્મદિવસની ઉજવણીમાં આવતા બાઈક બંધ પડતા ફેસબુક ફ્રેન્ડને બોલાવતા ભાંડો ફૂટ્યો

ગુજરાત ગોંડલ પંથકમાં રહેતા સગીરે યુવતિના નામે બોગસ આઈડીબનાવી રાજકોટના બે યુવકો સાથે વાત કરી રહ્યો હતો તે જ સગીર રાજકોટમાં રહેતી ગર્લ્ડફ્રેન્ડના જન્મદિવસની ઉજવણી માટે આવ્યો હતો હોટલમાં જમવા ગયેલા સગીરનું બાઈક બંધ પડતા સગીરે બોગસ આઈડી મારફતે જે બે યુવકોને ફસાવ્યા હતા તે યુવકોની જ મદદ માંગતા બન્ને યુવકો મદદ માટે દોડી આવ્યા હતા ત્યારે બોગસ આઈડી મારફતે સેટીંગ કરતા સગીરનો ભાંડો ફૂટતા મદદ માટે આવેલા બન્ને શખ્સોએ સગીરાને ગોંધી રાખી મારમાર્યો હતો. અને વહેલી સવારે છુટો કરી દેતા સગીર સારવાર માટે પહોંચ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ગોંડલ પંથકમાં રહેતો 17 વર્ષીય સગીર રાજકોટમાં રહેતી ગર્લ્ડફેન્ડના જન્મ દિવસની ઉજવણી માટે ગઈકાલે રાજકોટ આવ્યો હતો સગીર પોતાની ગર્લફેન્ડ સાથે મોરબી રોડ પર આવેલી ખોડિયાર હોટલે જમવા ગયો હતો ત્યારે મેરુ ઝાપડા અને ” જયુ રાજગૌર સહિતના શખ્સોએ ઝઘડો કરી મારમાર્યો હતો હુમલામાં ઘવાયેલા સગીરને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત સગીરે યુવતિના નામે ફેક ફેસબુક આઈડી બનાવી હુમલાખોર મેરુ ઝાપડા અને જયુ રાજગૌર સાથે ચેટીંગ કરી બન્નેને ફસાવ્યા હતાં પરંતુ સગીરની રાજકોટ રહેતી ગર્લ્ડફેન્ડનો ગઈકાલે જન્મદિવસ હોવાથી સગીર રાજકોટમાં આવ્યો હતો અને ગલ્ડફ્રેન્ડ સાથે ખોડિયાર હોટલમાં જમવા ગયો હતો જ્યાં સગીરનું બાઈક બંધ પડતા સગીરે બોગસ ફેસબુક આઈડી મારફતે જે બન્ને શખ્સને ફસાવ્યા હતાં તેની જ મદદ માગી હતી અને હુમલાખોર શખ્સો મદદ માટે આવ્યા હતાં મદદ માટે આવેલા બન્ને શખ્સને સગીર ઉપર શંકા જતાં તેનું ફેસબુક આઈડી માંગતા સગીર યુવતિના નામે ફેસબુકમાં ચેટીંગ કરી ફસાવતો હોવાનો ભાંડો ફૂટતા બન્ને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ સગીરની રીક્ષામાં ઉઠાવી લઈ અવાવરુ સ્થળે લઈ ગયા હતાં અને જ્યાં રાત્રીના 12 વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી ગોંધી રાખી માર માર્યો હતો અને સવાર પડતા જ બન્ને શખ્સોએ સગીરનને મુક્ત કર્યો હતો. મુક્ત થતાં જ સગીર પોતાના ઘરે ચાલ્યો ગયો હતો અને ત્યાંથી સાપર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ