હાર્ટ એટેક: રાજકોટમાં હદયરોગનો હુમલો વધુ એક માનવ જિંદગી ભરખી ગયો

નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધનું હદય બેસી જતાં પરિવાર શોકમાં ગરકાવ

કાળઝાળ ગરમી વચ્ચે હદયરોગના હુમલાનો ખતરો વધ્યો હોય તેમ શહેરમાં વધુ એક વૃધ્ધનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા કુમનભાઈ નરભેરામભાઈ રાણપરા ગામના 65 વર્ષના વૃધ્ધ સવારના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક કુમનભાઈ રાણપરા ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ