રાજકોટમાં ઓવરસ્પીડે આવેલી રિક્ષા એડવોકેટના ઘરનો દરવાજો તોડી લીવિંગ રૂમમાં ઘુસી ગઈ

ચાલકે બ્રેક મારી છતાં રીક્ષા 10 ફૂટ સુધી ઢસડાઈ બન્ને દિવાલો તોડી અંદર ઘુસી જતા નાસભાગ

શહેરના એરપોર્ટ રોડ પર ગઈકાલે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ઓવરસ્પીડે આવતા રીક્ષાના ચાલકે વંદન વાટીકામાં આવેલા મકાનનો દરવાજો અને દીવાલ તોડી રીક્ષા ઘરમાં ઘુસી ગઈ હતી આ મામલે મકાન માલીકે રીક્ષાના ચાલક વિરુદ્ધ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ એરપોર્ટ રોડ પર વંદન વાટીકામાં રહેતા દુર્લભસિંહ દલપતસિંહ રાઠોડ (ઉ.વ.47)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે એડવોકેટ છે ગઈકાલે તેઓ કોર્ટે હતાં ત્યારે તેમના ભાભીએ અકસ્માતની જાણ કરી એક રીક્ષાએ ઘરનો મુખ્ય દરવાજો અને દીવાલ તોડી નાખી હોવાનું જણાવતી દુર્લભસિંહ તુરંત જ ઘરે પહોંચ્યા હતાં. તેમજ તપાસ કરતા રીક્ષા ચાલકે પોતાનું નામ રમેશ બથવાર જણાવ્યું હતું રીક્ષા દિવાલ તોડી મકાનમાં લીવીંગ રૂમ સુધી પહોંચી ગઈ હતી જેમાં બે વ્યક્તિ માંડ માંડ બચ્યા હતાં. આ બનાવમાં ઈલેક્ટ્રીક પાવર પણ ખેંચાય ગયા હતાં તેમજ રસ્તા પર તપાસ કરતા રીક્ષાના બ્રેક મારેલા ટાયરના નિશાન આઠથી 10 ફૂટ જોવા મળ્યા હતાં. આ ઘટનાને પગલે રૂા. એક લાખ કે સવા લાખ જેટલું નુક્શાન થયું હતું આ મામલે હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ