મહાનગરપાલિકામાં નોંધાયેલા 5.30 લાખ પ્રોપર્ટીના ડેટા બેઝમાં ખામીઓ: તપાસના આદેશ

જીયો ટેગિંગની કામગીરી એજન્સીઓ પાસે કરાવાઇ પણ અનેક મિલ્કતોની પૂરતી વિગતોની નોંધ ન થતા કરોડોનું પાણી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટાભાગના કામ કોન્ટ્રાકટરો પાસે કરાવવામાં આવતા હોય છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો પણ થઇ રહ્યો છે. છતા એજન્સીઓ અણઆવડત તેમજ બેદરકારીના કારણે અનેક કામ બગડતા હોવાનું અનેક વખત બહાર આવ્યો છે. જેમાં લોકોને સ્પર્શતી ચોક્કસ પ્રકારની અને લોકોઉપયોગી કામગીરીમાં પણ બેદરકારીઓ થઇ રહી હોવાનું બહાર આવ્યો છે. જીયો ટેગીંગ માટેની કામગીરીમાં ખામીઓ હોવાનું બહાર આવતા તપાસ દરમિયાન 59517 પ્રોપર્ટી રીજેકટ કરાઇ છે. એજન્સીએ કરેલ ડેટાની તપાસના આદેશ જારી થયાનું જાણવા મળેલ છે. મહાનગરપાલિકાએ શહેરમાં આવેલ 5.30 લાખ મિલ્કતોનો બાયોડેટા તૈયાર કરવા માટે ખાનગી એજન્સીને 2022માં કામ સોપ્યું હતું. શહેરની તમામ મિલ્કતોની ઓળખ માટે જીયો ટેગીંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતથી જ અનેક વિક્ષેપો આવ્યા હતા અને કામમાં સમયની બરબાદી થઇ હતી. છતા આજસુધી કામ ચાલુ રાખવામાં આવ્યું છે. આ મુદ્દે વેરા વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ જીયો ટેગીંગ માટે દરેક મિલ્કતનો મિલ્કત નંબર તેમજ તેનું લોકેશન થતા મિલ્કતના માલીકનું નામ અને મિલ્કતને લગતી તમામ પ્રકારની વિગતો એકઠી કરી એક મિલ્કતનું ટેગીંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે મહાનગરપાલિકાના કોઇપણ વિભાગ અધિકારીઓ અથવા કોઇપણ વ્યકિત મિલ્કત અંગેની સંપૂર્ણ જાણકારી વેબસાઇટ ઉપરથી પ્રાપ્ત કરી શકે. આથી આ પ્રકારની કામગીરી ખાનગી એજન્સીને સોપવામાં આવી છે. 2022થી શરૂ થયેલ કામગીરી 70% ઉપરાંત પૂર્ણ થઇ ચૂકેલ છે. પરંતુ અત્યાર સુધી થયેલ કામગીરીમાં અમુક ખામીઓ હોવનું બહાર આવતા હવે એજન્સી દ્વારા કરવામાં આવેલ તમામ કામગીરીનો ડેટા મેળવી તેનું રી-ચેકીંગ કરવાના આદેશ થયા હોવાનું જાણવા મળેલ છે. હાલ એજન્સી દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં આવેલ કોર્મશિયલ તથા રહેણાંકની દસ્તાવેજ વાડી અને સૂચિત મિલ્કતોનો જીયો ટેગીંગ ડેટા બેઝ તૈયાર કરવાની કામગીરી ચાલુ છે. ત્યારે જ થયેલ કામગીરીનું ચેકીંગ ખાનગી રહે શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે આવનાર સમયમાં જીયો ટેગીંગના ડેટા બેઝમાંથી અનેક પ્રકારની ખામીઓ બહાર આવશે તેમ અધિકારીઓ જાણાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ