ગરમીને કારણે હવે સફાઈ સાંજે થશે મનપા દ્વારા લેવાયેલ નિર્ણય

રાજકોટમાં છેલ્લા પાંચેક દિવસથી પડી રહેલ કાળઝાળ ગરમી અને મહાનગરપાલિકા દ્વારા હજુ ત્રણેક દિવસ હિટવેવનું રેડ એલર્ટ અપાયેલ હોય, સફાઇ કામદારોને ગરમીથી બચાવવા શહેરમાં બપોરે સફાઇ કરાવવાના બદલે સફાઇનો સમય સાંજે 4થી 7 કરવામાં આવ્યો છે. રાજકોટ કામદાર યુનિયન રાજકોટ શહેરનાં સફાઇ કામદારો હિત માટે કામગીરી કરતું અને હર હંમેશ સફાઇ કામદારોને સારું અને તંદુરસ્ત જીવન જીવે તેવી ચિંતા કરતું ુનિયન છે. ત્યારે રાજકોટ શહેરની આરોગ્યની સુખાકારી માટે સદા તત્પર રહેતા રાજકોટ મહાનગરપાલિકાનાં સફાઇ કામદારો વર્તમાન સમયમાં રાજકોટ શહેરમાં ગરમીનો પ્રકોપ 45 ડિગ્રી ઉપર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ કામદરા યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયા દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઇ કામદારો નું સ્વાસ્થય ન બગેડે તેને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાનાં સેનીટેશન ચેરમેન નીલેશભાઇ જલુને બપોરની હાજરીનો સમય 4થી 7 કરવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સેનીટેશન ચેરમેનને આ રજુઆતને યોગ્ય લાગતા તત્કાલ રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર સાથે ચર્ચા કરી અને બપોરનો હાજરીનો સમય 4થી 7નો કર્યો હતો. આ નિર્ણયથી ગરમીનાં પ્રકોપ વચ્ચે સફાઇ કામદારો દ્વારા રાહતનો શ્ર્વાસ લીધો હતો અને રાજકોટ કામદાર યુનિયનાં પ્રમુખ પારસ બેડીયાની રજૂઆતને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાનાં સેનીટેશન ચેરમેન નીલશેભાઇ જલુ દ્વારા રાજકોટ શહેરનાં સફાઇ કામદારો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત જોવા મળ્યા હતા. ત્યારે આ નિર્ણયને રાજકોટ કામદરા યુનિયન અને રાજકોટ મહાનગરપાલિકાનાં કાયમી સફાઇ કામદારો દ્વારા સેનીટેશન ચેરમેન અને કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ