ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની જેલ

એક માસમાં 10 લાખનું વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ

બિલ્ડર પાસેથી મિત્રતાના સંબંધે લીધેલા રૂૂ.10 લાખ પરત કરવા માટે આપેલો ચેક રિટર્ન થયાના કેસમાં અદાલતે આરોપી વેપારીને એક વર્ષની સજા અને રૂૂ.19 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસની હકિકત મુજબ, રાજકોટમાં પાટીદાર રેસીડન્સી, સાધુવાસવાણી રોડ વિસ્તારમાં રહેતા ક્ધસ્ટ્રક્શનના ધંધાર્થી અને વેપારી બીપીન છગનલાલ પટેલે પોતાના મિત્ર વેપારી કપીલ સી. વંકાણી (રહે. શાસ્ત્રીનગર, નાનામવા, રાજકોટ)ને મિત્રતાના સબંધે સને 2017માં રૂૂા.10 લાખ હાથ ઉછીના રોકડા આપેલ હતા. ત્યારબાદ નાણા પરત કરવા કપિલ વંકાણીએ આપેલો ચેક રિટર્ન થયેલ, આ ાબતે બીપીન પટેલે લીગલ નોટિસ તેમજ નાણાંની માગણી કરતા કપિલ વંકાણીએ રકમ નહીં ચૂકવી રૂૂ.10 લાખ ઓળવી ગયા અંગે બીપીન પટેલે કપીલ વંકાણી સામે ઘી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કોર્ટ ફરિયાદ કરી હતી. આ કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદીના વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ તથા મૌખીક પુરાવાઓ, ઇન્કમટેક્ષ રિટર્ન સહિતની મુદ્દાસરની રજૂઆતો તેમજ ભારપૂર્વકની દલીલો સાથે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના રજુ કરેલા ચુકાદાઓ ધ્યાને લઈને ચીફ જીડીસીએલ મેજિસ્ટ્રેટ વાય. બી. ગામીતે આરોપી કપિલ સી.વંકાણીને તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂૂા.10 લાખ વળતર પેટે એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે.આ કેસમાં ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી દિલીપ પટેલ અને કલ્પેશ નસીત રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ