આજે બોલબાલા દ્વારા રાંદલ માતાજીના લોટા ઉત્સવ

દર વર્ષની જેમ આ વર્ષે પણ સુપ્રસિદ્ધ બોલબાલા મહાદેવ મંદિર 9/18 લક્ષ્મીવાડી ખાતે 134 સામુહીક રાંદલ માતાજીના લોટા ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બોલબાલા ટ્રસ્ટના 34માં સ્થાપના પર્વને ધ્યાનમાં લઇમાં રાંદલની ઉપાસના કરી આર્શીવાદ પ્રાપ્ત થાય તે હેતુથી તા.23 ના રોજ બોલબાલા મંદિર ખાતે 1500થી વધુ ગોરાણીના પગ ધોઇ પૂજન કરી ગીફટ આપવામાં આવશે. આ સાથે વહેલી સવારથી માતાજીની પુજા-વીધી તેમજ બપોરે ગરબા તેમજ સાંજે 7:00 કલાકે 134 દિવાની દિપમાળા કરી માહાઆરતી તેમજ આખી રાતનું જાગરણ કરી માં રાંદલને રાજી કરવામાં આવશે. આ કાર્યને સફળ બનાવવા બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, વડીલ-મહીલા મેમ્બરો, સ્ટાફ, ધુન-મંડળના બહેનો, યજમાન પરીવાર, બ્રાહ્મણ બોડીંગના સ્ટાફનો સહયોગ સાંપડશે. આ યાદી બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ ઉપાધ્યાય જણાવે છે.

રિલેટેડ ન્યૂઝ