ગોંડલ ઉમવાડા વચ્ચે બ્રીજા કારને ટ્રકે હડફેટ લેતા પરીવારનાં એકના એક આશાસ્પદ યુવાનનું મોત

કાર ચાલકને ઈજા થતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

ગોંડલ ઉમવાડા રોડ પર ગત મોડી રાત્રીનાં ઉમવાડા થી ગોંડલ આવી રહેલી બ્રીજાકાર ને ટ્રક ચાલકે ઠોકર મારતા કાર ત્રણ થી ચાર ગોથાં મારી પલટી ખાઇ જતા કાર માં બેઠેલાં યુવાન નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે કાર ચાલક ને ગંભીર ઇજા પંહોચતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.અન્ય એક યુવાન નો બચાવ થવા પામ્યો હતો.
બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં ગુંદાળા રોડ પર આવેલા લજ્ઞ્મણનગર માં રહેતા કેવલ સુરેશભાઈ સોજીત્રા ઉ.24 ઉપરાંત ક્રિન્સ વેકરીયા અને વાસવ પીપળીયા ગત રાત્રીનાં બ્રીજા કાર લઇ તેમનાં અન્ય મિત્ર ને મુકવા ઉમવાડા ગયા હતા.બાદ માં કાર લઇ પરત ફરતી વેળા ઉમવાડા રોડ પર ઇન્ડસ્ટ્રીઝ ઝોન નાં રસ્તા પરથી પુરપાટવેગે ધસી આવેલાં અજાણ્યા ટ્રક ચાલકે કાર ને જોરદાર ઠોકર મારતા કાર ત્રણ થી ચાર ગોથા મારી રોડ નીચે પલટી મારી ગઈ હતી.દરમ્યાન કાર માંથી ફંગોળાયેલા કેવલ ને ગંભીર ઇજા પંહોચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.જ્યારે કાર ચલાવી રહેલા વાસવ પીપળીયા ને ગંભીર ઇજાઓ પંહોચતા ગોંડલ પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.સદનસીબે અન્ય મિત્ર ક્રિન્સ નો બચાવ થવા પામ્યો હતો.મોડી રાતે સર્જાયેલા અકસ્માત ની જાણ પરીવાર જનો ને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને પોલીસ ને જાણ કરી હતી.અકસ્માત ની ઘટનામાં મોત ને ભેટેલો કેવલ પરીવાર નો એક માત્ર પુત્ર હતો.અને સિવિલ એન્જિનિયરીંગ નો અભ્યાસ કર્યો હતો.અને પિતા સાથે એજન્સી માં જોડાયો હતો.કેવલ અપરણીત હતો.બનાવ ને પગલે પરીવાર નાં એક માત્ર પુત્ર નાં અકાળે મૃત્યુ થી પરીવાર હતપ્રત બન્યું હતું અને ભારે આક્રંદ મચી જવા પામ્યું હતું.અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ નાશી છુટયો હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ