આંગણવાડી કેન્દ્રોમાં આઈસીડીએસ દ્વારા બાળક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ICDS વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માતા-પિતા, વાલી, જનસમુદાયને માહિતગાર કરવા અને પ્રચાર પસાર માટેનાં એક પ્રયાસરૂપે તથા બાળકોના નામાંકનમાં વધારો કરવા માટે બાળક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી દરમ્યાન આંગણવાડીઓમાં થતી પૂર્વ ાથમિક શિક્ષણ કાર્યની 17 થીમ અંતર્ગત રંગપૂરણી, રેતીકામ, છાપકામ, ટપકાંજોડ, ચીટકકામ, માંટીકામ, મણકા પરોવણી, ફિંગર પ્રિન્ટ, ચિત્ર દોરવું, બોટલમાં રેતી ભરવી, આકાર પૂર્ણ કરવા વગેરે જેવી વિવિધ પ્રવૃતિઓ વાલીઓ અને બાળકોએ સંયુક્ત રીતે આંગણવાડી કેન્દ્રો પર કરવામાં આવેલ. 3 વર્ષ થી 6 વર્ષના બાળકો અને વાલીઓ તેમજ 2 વર્ષ થી 3 વર્ષના બાળકો અને વાલીઓ એમ બે તબક્કામાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મ્યુનિસિપલ કમિશ્ર્નર આનંદ પટેલ તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્ર્નર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ ઈંઈઉજ વિભાગના પ્રોગ્રામ ઓફીસર, તમામ ઘટકનાં બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકા બહેનો અને પ્રિ-સ્કુલ ઈન્સટ્રકટરો, આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો તથા બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહેલ. ઘટક 3નાં રેડક્રોસ સેજાની ભોમેશ્ર્વર આંગણવાડી કેન્દ્ર પર પ્રોગ્રામ ઓફીસર ડો. લલિત વાઝાની ઉપસ્થિતિમાં ખુબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવેલ. ઈઉઙઘ જોષી પૂજાબેન, મુખ્ય સેવિકા વ્યાસ ઝરણાબેન, પ્રિ-સ્કુલ ઈન્સટ્રકટરો હીરાણી મમતાબેન અને કરગથરા માનસીબેન હાજર રહેલ.

રિલેટેડ ન્યૂઝ