ગીતા વિદ્યાલયમાં આરોગ્ય સેવા

જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ-ગીતા મંદિરમાં તબીબી સહાય અંતર્ગત પારૂલ યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ હોમિયોપેથિક મેડીકલ કોલેજ, સાઇનાથ હોસ્પિટલ તથા સી.જે. ગુ્રપના સહયોગથી કાયમી ધોરણે નિ:શુલ્ક ક્લિનિકનો પ્રારંભ થયેલ છે. ક્લિનિકનો સમય સોમવારથી શનિવાર પ્રતિદિન સવારે 9થી 12નો રાખેલ છે. આ ક્લિનિકમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સાર્વજનિક ધોરણે તાવ, શરદી, એલર્જી, ઉધરસ, એસિડિટી, હરસ, મસા, ભગંદર, પેટના દર્દો, પેશાબની તકલીફો, શીળશ, સોરીયાસિસ, સફેદ ડાઘ, ખરજવું, સ્ત્રી રોગ, દમ , સંધિવા કાનમાં રસી થવા, પથરી, કમરનો દુખાવો, સાયેટિકા, ગરદનનો દુખાવો, મોઢા ઉપરના ખીલ, વાળ ખરવા, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, મણકાના દર્દો, ગોઠણનો દુખાવો, કમરદર્દ, પાચનની સમસ્યા, ગેસ, અપચો, એસિડિટી-પેટની તકલીફો વગેરેના દર્દીઓને તપાસ કરી દર્દનું નિદાન કરીને વિના મુલ્યે દવાઓ આપવામાં આવે છે. દર ગુરુવારે સાંજે 4:30થી 6 દાંતના દર્દો માટેનો નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાય છે. જેમાં દાંતના રોગોની તપાસ કરીને દવાઓ ફ્રી આપવામાં આવે છે. દર મહિને પુષ્યનક્ષત્રમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલના સહયોગથી 1થી 12 વર્ષના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવામાં આવે છે. કાયમી મહિલા યોગ શિબિરમાં બહેનોને યોગ અને પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવે છે. નિયમિત આયોજન થાય છે. વધુ વિગત માટે સર્વેને જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં સંપર્ક કરવાનું એક યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ