રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

હડમતાળા GIDCના કારખાનાનાં રૂમમાં શ્રમિક યુવાને ફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડયો

શહેરમાં રામનાથપરા વિસ્તારમાંઆવેલા નવયુગપરામાં રહેતા આધેડે આર્થિક સંકડામણથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
રામનાથપરા વિસ્તારમાં આવેલા નવયુગપરામાં રહેતા જેસરભાઈ અમુભાઈ ચૌહાણ નામના 48 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે દિવાલની એંગલમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આધેડ મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેસરભાઈ ચૌહાણ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમને સંતાનો એક પુત્ર અને એક પુત્રી છે. જેસરભાઈ ચૌહાણએ આર્થિક સંકડામણથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
મૂળ હાલોલ પંથકના વતની અને હિલ હડમતાળા જીઆઈડીસીમાં આવેલ સોલીટ સિમેન્ટ કંપનીમાં કામ કરતાં શૈલેષ કડવાભાઈ પટેલ નામનો 28 વર્ષનો યુવાન કંપનીના રૂમમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો યુવકના મોતથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક શૈલેષ બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે પત્ની લગ્ન પ્રસંગ હોવાથી વતનમાં ગઈ હતી અને શૈલેષ પટેલે કોઈ અગમ્ય કારણસર આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

રિલેટેડ ન્યૂઝ