દિવ્ય જીવન સંઘ દ્વારા દંત ચિકિત્સા કેમ્પ યોજાશે

જલારામ મંદિર યુ.કે. અને દિવ્ય જીવન સંઘ શિવાનંદમિશન એન્ડ ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 28નેમંગળવારે સવારે 9થી 12 શિવાનંદ ભવન 6/9 જંક્શન પ્લોટ, સુખ સાગર પાન પાસે રાજકોટ ખાતે વિના મુલ્યે દંતચિકિત્સા અને બત્રીસીના કેમ્પનું આયોજન કરવામા આવેલ છે. આ કેમ્પમાં મુખ્ય દાતા ઠકરાર પરિવાર હેમલ હેમ્પસ્ટેડ યુકે છે આ કેમ્પમાં ડીવાઈન ટ્રસ્ટના નિષ્ણાંત ડોક્ટરની ટીમ ડો. જયસુખ મકવાણા અને ડો. સંજયઅગ્રાવત, ડો. અભીજાબેન અનેડો. ઉષા ધાયલ તેમજ કુ. મોનિકા ભટ્ટ અનેકુ. જાગૃતિ ચૌહાણ સેવા અપાશે. દાંતનારોગોની સારવાર અને હલતાદાંત કાઢી અપાશે અને પેઢાના રોગની સારવાર દવા અને જરૂર હશે તે કરી અપાશે.વૃદ્ધ જરૂરિયાતમંદ દર્દી તે તદન મર્યાદિત સંખ્યા (10 વ્યક્તિ)ને દાંતની બત્રીસી બનાવવાની વિનામુલ્યે વ્યવસ્થાપણ દાતા ઠકરાર પરિવારના સહયોગથી કરેલ છે. રાજકોટની જાહેર જનતાને લાભ લેવા શિવાનંદ મિશનના ભૂપેન્દ્રભાઈસ્વાદિયાએ અપીલ કરેલ છે. કેમ્પની વ્યવસ્થા કિરીટભાઈ ઉપાધ્યાય ભાઈ, પ્રાણલાલ પંડ્યા, કાકા, કિશોર સિંહ રાઠોડસહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.નં. 9409773674 મોનિકા ભટ્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ