માલવિયા ચોકથી ગોંડલ રોડ પરથી રેકડી, કેબીન, બોર્ડના દબાણો હટાવાયા

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર અનધિકૃત કરાયેલા દબાણો દુર કરવા માટે વિવિધ ટીમ બનાવીને ઝુંબેશના રૂૂપમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે તા.24-05- 2024ના રોજ માલવીયા ચોકથી ગોંડલ રોડ સ્વામીનારાયણ ગુરુકુળ બ્રિજ સુધી અને ઢેબરભાઈ ચોકથી મધુરમ હોસ્પિટલ સુધી દબાણ હટાવ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવીહતી. આ ઝુંબેશ દરમ્યાન રાજકોટ સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ સાથે રહી કામગીરી કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા માલવીયા ચોક થી ગોંડલ રોડ સ્વામીનારાયણ ગુરુકુળ બ્રીજ સુધી અને ઢેબરભાઈ ચોક થી મધુરમ હોસ્પિટલ વિસ્તારમાંથી કુલ 5 રેકડી/કેબીન, 35 બોર્ડ / બેનરો અને 62 પરચુરણ સામગ્રી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર પી. જે. બારીયા, સહાયક કમિશનર બી. એલ.કાથરોટીયા, નાયબ પર્યાવરણ ઈજનેર તેમજ સિટી પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ/કર્મચારીઓહાજર રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ