રામ સર્વકાલીન છે રામ બીજમંત્ર છે રામ પરમવિષ્નુ છે મોરારીબાપુ

ગોંડલની રામ ચરીત માનસ કથામાં 35,000 હજારથી વધુ શ્રોતાઓએ કથા શ્રવણ અને ભોજનનો લ્હાવો લીધો

ગોંડલ નાં દાસીજીવણ પાર્ટીપ્લોટ માં પુ.મોરારીબાપુ નાં ભાવવાહી કંઠમાં ચાલી રહેલી રામચરીત માનસ કથાનાં આજે સાતમાં દિવસે 35000 થી વધુ શ્રોતાઓ એ કથાનું રસપાન કરી ભોજન પ્રસાદ લીધો હતો.મોરારીબાપુએ રામ જન્મ સાથે રામાયણ ની વાત આગળ ધપાવી હતી.તેમણે કહ્યુ કે રામ સર્વકાલીન છે.રામ પોતે પરમવિષ્નુ છે.
બાપુએ કહ્યુ કે રામ કથારધેનુ છે.રામકથા તમામ સુખનું સેવન છે.શ્રવણ કરવુ એ પણ સેવન છે. રામકથા લખવી એ પણ સેવન, કથા ગાવી એ પણ સેવન છે.
રામકથા માં નિધિધ્યાન કરવું પણ સેવન છે.”બીજાને બદલવાની કોશિષ મા કોઈ દિવસ નહીં સફળતા નહિ મળે.આપડે જ બદલવું પડશે.
બાપુએ રામ નામનો મહિમા વર્ણવી ગત કાલે રામજન્મ બાદ નામકરણ સંસ્કાર કથા ને આગળ ધપાવી હત્તી. વૈરાગ ના પંથમાં વિઘ્ન ઘણા આવે છે.રામકથા પણ સુરધેનુ છે.આ સાથે બાપુએ પદના પ્રકાર દર્શવ્યા હતા.જેમાં તૃણપદ એ તણખલા જેવું પદ છે જેની કોઈ કિંમત નથી હોતી. બીજું ચૂર્ણપદ જે ગુરુ પાસે થી મળે છે. ત્રીજું ઉર્ણપદ આપણા માંથી સંસાર નીકળ્યો હોય એ જ ગોથું ખવડાવી દે તેવું ઉર્ણપદ, ચોથું વર્ણપદ. આ ચાર પદ પ્રાપ્ત થયા પછી જે મળે એ છેપૂર્ણ પદ.
આમ બાપુએ પદ ને મુલવ્યા હતા.બાપુએ વધુમાં જણાવ્યું કે આગળ હોવા છતાં પાછળ જવું એ ભજન છે.અંદરો અંદર ની ઈર્ષા છોડી દઇએ તો ઘણું સારૂ કામ થઈ જાય.અદરો અંદર ની ઇર્ષા નીકળી જાય તો વૈકુંઠ ઉપર થી નીચે આવી ગાવું, શ્રવણ કરવું મનન કરવું, નિધિધ્યાસન ,એવમ રજૂ કરવું ,પરસ્પર સંવાદ કરવો એ પણ એક સેવન છે.
ભગવાન 24 અવતાર છે એમ ભજન ના 24 પ્રકાર છે.આ કળિયુગ નથી કથા યુગ છે.આ જીવવા જેવો યુગ છે.કળિયુગ માં તંત્ર ના પ્રયોગ બહુ થાય છે.
તંત્ર ના યુગમાં ભોળી પ્રજા ભરમાય છે બહુ. એક કથા પ્રેમી એ રામચરિત માનસ ને ગુરૂ માની પ્રશ્ન રજૂ કરતા બાપુએ પ્રશ્ન ને નવજયો હતો વ્યક્તિ ગુરૂ હોય સાથે આખું અસ્તિત્વ સાથે હોય છે. ગુરુ નાનકે ગ્રંથ ને ગુરૂ માની ગુરૂગ્રંથ ને પ્રસ્થાપિત કર્યો છે.બુદ્ધ પુરુષ હાલતો ચાલતો ગ્રંથ છે. સાધુ હાલતા ચાલતા સદગ્રંથ છે. અન્ન નો મહિમા ઘણો છે. રામાયણ માં તુલસીદાસજી એ અન્નક્ષેત્ર નો મહિમા ગાયો છે.
કોઈપણ ને જમાડો એટલે ઈશ્વર ને જમાડ્યા બરાબર ગણાય.કેટલી કેટલું અંદર પડ્યું હોય પરંતુ એ બધું સમય આવે બહાર આવતું હોય છે.કથામાં અન્ન ભોજન નથી થતું બ્રહ્મ ભોજન થાય છે. ગુરૂ ને હૃદયમાં રખાય.
હું રામને ભૂલું પણ મારા ગુરૂ ને ભૂલું નહી. બાપુએ ગુરૂ મહિમા ના મર્મ સાથે સુંદર સમજ આપી હતી.સાધઓએ કર્યું એવું કોઈએ નથી કર્યું. બાપુએ જણાવ્યું હતું કે જેમના મનમાં રામજન્મે એમને અંધકાર ન હોઈ સદૈવ અજવાળા જ હોય.પ્રામાણિક પ્રણામ કરો તો ફાયદો જ છે.આ સાથે કલકી અવતાર વિશે વિશેષ ધ્યાન દોર્યું હતું.જેમને કાલ ની ખબર ન હોઈ એ શું કલકી ! રામનામ જપે એનું શોષણ ન થાય પરંતુ પોષણ જ થાય બીજાને બદલવામાં કોઈ દિવસ સફળતા નહિ મળે. આપણે જ બદલાવું પડશે બદલા લેવા કરતા બદલાઈ જવામાં મજા છે.
ગામડામાં બહેનો પાથી એ પાથી એ તેલ નાંખે એમ હું પોથી પોથી એ તેલ નાખવા આવ્યો છું બાપુએ કથામાં રામાયણ ના આધારે નામ નો મહિમા સમજાવ્યો રામ લક્ષમણ ભરત શત્રુઘ્ન આમ ચાર ભાઈઓના નામ નો મહિમા સમજાવ્યો હતો કથામાં હજારો ની સંખ્યામાં શ્રોતાઓ રસતરબોળ બની રામમય બનવા પામ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ