રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં લાગી વિકરાળ આગ, 5 કિમી દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાયા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. આગનાકારણે ગેમઝોનની અંદર માસૂમો બાળકો ફસાયા છે. રાજકોટના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી પ્રમાણે 6 બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા છે. આગના લીધે ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે.આ વિકરાળ આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી 12 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગ એટલી વિશાળ હતી કે 5 કિમી દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગ ક્યાં કારણોસર લાગી તેની માહિતી હજુ સુધી નથી મળી પરંતુ આ આગ કઈ રીતે લાગી તે તપાસનો વિષય બની રહે છે.

રિલેટેડ ન્યૂઝ