રાજકોટમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર કચરાબંધુની ધરપકડ

ભાભી સામે ખરાબ નજરે જોતો હોવાની શંકાએ રિક્ષાચાલકને માસૂમ પુત્રની નજર સામે માર માર્યો’તો

રાજકોટ શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે રહેતા રીક્ષા ચાલક યુવક ઉપર તેના માસુમ પુત્રની નજર સામે નામચીન કચરાબંધુઓએ સરાજાહેર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હોય જે મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કચરા પરિવારના ત્રણ ભાઈઓની ધરપકડ કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું છે.
મળતી વિગતો મુજબ, રૈયા રોડ પર હનુમાન મઢી પાસે રામનગરમાં રહેતા રિક્ષા ચાલક અલ્તાફ સલીમભાઈ કારીયાણી (ઉ.35) નામનો યુવાન તેના માસુમ પુત્ર નવાબને લઈ રૈયા રોડ પર સદગુરૂ કોમ્પલેક્ષ પાસે જયુસ પીવા ગયો ત્યારે ઈમરાન કચરાએ ત્યાં આવી તું. મારા ભાભી સામે ખરાબ નજરેથી શા માટે જોવે છે’ તેમ કહી ગાળો આપી ઝઘડો કર્યો હતો. થોડીવારમાં જ તેના અન્ય બે ભાઈઓ રમઝાન કચરા, અસરફ સોકત કચરા ત્યાં આવ્યા હતાં. ત્રણેય થઈ અલ્તાફને બેફામ માર મારી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઈમરાનઘટના બાદ ઈજાગ્રસ્ત રીક્ષા ચાલક અલ્તાફને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી.અકબરી સહિતના સ્ટાફે હત્યાના પ્રયાસમાં શવમવ કચરાબંધુઓને પકડવા અલગ અલગ ટીમ બનાવી હતી. જેમાં પોલીસને સફળતા મળી હતી અને આ બનાવમાં સંડોવાયેલા ત્રણેય ભાઈઓ પોલીસના સકંજામાં આવી ગયા હતાં.

રિલેટેડ ન્યૂઝ