લવજેહાદના કેસમાં વિધર્મી શખ્સની જામીન અરજી ફગાવતી કોર્ટ

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા ગુનો નોંધાયો’તો

રાજકોટ શહેરમાં રહીને અભ્યાસ કરતી ગોંડલ પંથકની 22 વર્ષીય કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી શખ્સની રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ ગોંડલ પંથકની વતની અને રાજકોટમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી કોલેજીયન યુવતી અને ગોંડલની સુખરામ સોસાયટીમાં રહેતા અને રાજકોટમાં કામ કરતા મહોમદ અખ્તર ડેલા નામના શખ્સ વચ્ચે છ મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક થયો હતો અને બંનેએ એકબીજાને મોબાઇલ નંબર આપતા મોબાઇલ પર વાતચીત કરવા લાગ્યા હતા. એક દિવસ મહોમદે મળવાના બહાને યુવતીને હોટેલમાં બોલાવી હતી. જ્યાં મહમદ ડેલાએ બળજબરીપુર્વક જબરદસ્તી કરીને યુવતી સાથે શરીર સબંધ બાંધેલ હતો. પોતાના મોબાઈલમાં યુવતિના ફોટા તથા વીડીયો ઉતારેલ હતો. બાદ મહોમદ અખ્તર અબ્દુલભાઈ ડેલા અવારનવાર ફોન ઉપર યુવતિને ફોટા અને વીડીયો તેના કુટુંબીજનોને મોકલી વાઈરલ કરવાની ધમકીઓ આપીને બ્લકેમેઈલ કરતો હતો. અને બળજબરી કરી યુવતી પર દુષ્કર્મ આચરતો હતો.
તેમજ આ અંગે કોઇને કહીશ તો તને અને તારા પરિવારજનોને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. મહોમદ ડેલાની માગ વધતાં કંટાળીને યુવતીએ તેના પરિવારજનોને આપવિતી વર્ણવી હતી. અંતે યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મહોમદ ડેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહોમદ અખ્તર અબ્દુલભાઈ ડેલાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી મહોમદ અખ્તર અબ્દુલભાઈ ડેલાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છુટવા જામીન અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા સરકારી વકીલ અતુલભાઈ જોષી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આરોપી પોતાનો “લવજેહાદ નો બદઈરાદો પાર પાડવા માંગતા હોય અને ઘણી બધી યુવતિઓ સાથે શારીરીક સબંધો બાંધીને યુવતિઓની જીદગી બગાડેલ હોય આરોપીને જામીન મુકત કરવામાં આવે તો સમાજમાં આવા ધૃણાસ્પદ કિસ્સાઓ ખુબ જ પ્રમાણમાં બનવા લાગશે.” આમ સરકારી વકીલ અતુલભાઈ જોષીની દલીલ માન્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી મહોમદ અખ્તર અબ્દુલભાઈ ડેલાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ અતુલભાઈ જોષી, મુળ ફરીયાદી તરફે એડવોકેટ અશ્વિન ડી. પાડલીયા, રાહુલ બી. મકવાણા, રવિરાજસિંહ વી. રાઠોડ, ભાર્ગવ ભોડા અને આસીસટન્ટ તરીકે યશરાજસિંહ એમ. જાડેજા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ