TRP ગેમઝોન અગ્ની કાંડમાં એડી. સ્પે. પી.પી તરીકે એડવોકેટ નીતેશભાઈ કથીરીયાની નીમણુક

સ્પે.પીપી તરીકે અગાઉ તુષાર ગોકાણીને નીમવામાં આવ્યા’તા

સમગ્ર ગુજરાત માં જે બનાવના પડધા પડયા છે એવા રાજકોટમાં TRP ગેમઝોન ખાતે થયેલ અગ્નીકાંડમાં ગુજરાત સરકાર દવારા રાજકોટના પ્રખર કાયદાશાસ્ત્રી એવા યુવા એડવોકેટ નિતેશભાઈ કથીરીયાની સરકાર દવારા એડી. સ્પે.પી. પી. તરીકે નીમણુક આપવામાં આવેલ છે.એડવોકેટ નીતેશભાઈ કથીરીયા સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ છે તેઓએ અનેક કેસોમાં રહી ભોગ બનનાર પરીવારજનોને ન્યાય અપાવવામાં મહત્વની ભુમીકા ભજવેલ છે જેમાં રાજકોટ શહેરમાં બનેલ સૌથી ચકચારી એવા પીયુષ ઠકકર ખંડણી તથા મર્ડરના કેસમાં ખુબજ મહેનત કરીને આરોપીઓને સજા કરાવેલ છે તેમજ અમરેલી કાઠી બંધુઓની બેવડી હત્યાના કેસમાં પણ ભોગ બનનાર પરીવારજનો વતી રહીને તમામ આરોપીઓને આજીવન કેદની સજા કરાવવામાં મહત્વની ભુમીકા રહી છે.અગાઉ ગુજરાત સરકાર દવારા આ કેસમાં સ્પે.પી.પી તરીકે તુષારભાઈ ગોકાણીની નીમણુક કરેલ છે તેમજ બનાવની ગંભીરતા જોતા એડી. સ્પે. પી. પી. તરીકે નીતેશભાઈ કથીરીયાની નીમણુક કરવામાં આવેલ છે અને તેઓ માત્ર એક રૂપીયો લઈને આ કેસમાં પીડીતોને ઝડપી ન્યાય અપાવવા પ્રયત્ન કરશે.

રિલેટેડ ન્યૂઝ