બીયુ અને ફાયર એનઓસી વિનાના 9 એકમો સિલ કરાયા

મનપા દ્વારા ફાયર એનઓસી અને બાંધકામ પરમીશન અંતર્ગત તમામ વોર્ડમાં ચેકીંગ ઝુંબેશ શરૂ કરાવમાં આવી છે. જેમાં આજરોજ ત્રણેય ઝોનમાં ચકાસણી હાથ ધરી 25 એકમો પૈકી 9 એકમો સીલ કરવામાં આવ્યા હતાં. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશનકલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાંઆવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.10-6-2024ના રોજ બપોરે 1 વાગ્યા સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ- 25 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ-09 સંકુલો સીલ કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ