ચૂંટણી ખર્ચ પૂરતો નહીં મળતા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના મહામંત્રીનું રાજીનામું

પ્રવીણ મૈયડે રૂ.10.50 લાખનું બિલ મૂકતા શરદ ધાનાણીએ બિલ અટકાવ્યું

આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો પોતાના અથવા આર્થીક સક્ષમ કાર્યકર્તાના ખર્ચે ચૂંટણીમાં પ્રચારપ્રસાર સહીતનો ખર્ચ કર્યો છે ત્યો ઓબીસી વિભાગના મહામંત્રીએ વાપરેલા પૈસાનો પુરતો હિસાબ નહીં મળતા હોદા પરથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
ઓબીસી ડિપાર્ટમેન્ટના મહામંત્રી પ્રવિણભાઇ મૈયડે આપેલ રાજીનામામાં જણાાવ્યું છે કે મારી ચાલીસ વર્ષની કોંગ્રેસની રાજકીય કારકિર્દીમાં મેં કયારેય ટિકીટ માંગી નથી અને માંગવાનો પણ નથી એનએસયુઆઇ, યુથ મોટી કોંગ્રેસ અને ઓબીસી પ્રદેશ મહામંત્રી મને જયાં જવાબદારી સોંપવામાં આવી હતી તે ઇમાનદારીથી નિભાવી છે. કોચ પાસેથી
જિંદગીમાં એકપણ રૂપીયો મેં લીધેલ નથી મેં મારા ઘરના ખર્ચે બધે જ જતો અને કામ કરતો આખું ગુજરાત કોંગ્રેસ મને જાણે છે, ઓળખે છે. રાજકોટ લોકસભા ચુંટણીમાં મેં ઇમનદારીથી ચુંટણી પ્રચારનું કામ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખઅતુલભાઇ રાજાણીના કહેવાથી કર્યું અને તેના ભાવતાલ લેખીતમાં ત્યાં આપ્યા હતા. સાડા ચાર વિધાનસભાનું ચુંટણી પ્રચાર વાહન ગાડીઓ તેમાં સાઉન્ડ જનરેટર પેટ્રોલ, ડીઝલ અને જેટલી સભાઓ કરી તેમાં સાઉન્ડ, લાઇટ, જનરેટર તેનું ડીઝલ અને બેનર સહીત મારૂ રૂપિયા 10,50,000 જેવું થયું તો મને તેમાં ફકત પાંચ લાખ જ આપવા તૈયાર છે. ફકત પચાસ ટકા કેમ ચાલે માટે હું આજથી કોંગ્રેસના તમામ હોદા અને સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.

રિલેટેડ ન્યૂઝ