દૂધચોરીનું કૌભાંડ : માહી કંપનીના ટેન્કરમાંથી તસ્કર ગેંગે 15 દીમાં 5000 લીટર દૂધ વેંચી માર્યુ

ઝડપાયેલા છ આરોપી ચાર દિવસના રિમાન્ડ ઉપર : માહી કંપનીના સ્ટાફની સંડોવણીની શંકા સાથે જૂનાગઢના સુત્રધારની શોધખોળ

રાજકોટ-જેતપુર હાઇવે ઉપર હોટેલના કંમ્પાઉન્ડમાં રૂૂરલ એલસીબીએ દરોડો પાડી માહી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીઉ રેકેટ પકડી પાડી રૂૂ.ર4.43 લાખના મુદામાલ સાથે 6 શખ્સોને ઝડપી લઇ મુખ્ય સુત્રધાર જુનાગઢના શખ્સની શોધખોળ હાથ ધરી છે.પકડાયેલ ટોળકીની ચાર દિવસના રિમાન્ડ પુછપરછ શરુ કરવામાં આવી ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે છેલ્લા 15 દિવસમાં આ ટોળકીએ ટેન્કર માંથી 5000 લીટર જેટલું દૂધ ચોરી વેચી નાખ્યું છે.આ ચોરીના રેકેટમાં માહી કંપનીના સ્ટાફની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી જૂનાગઢ તરફ જતા માહી દુધના ટેન્કર માંથી જેતપુર નજીક હાઇવે ઉપર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં દૂધ ચોરી કરી તેમાં પાણી મિક્ષ કરી આ ભેળસેળ યુક્ત દૂધ વેચવાનું કૌભાંડમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હિરા ગોવિંદભાઈ કલોતરા, અર્જુન રમેશભાઈ ભારાઈ, જોષીપુરા વિસ્તારમાં રહેતા જસા ગોવિંદભાઈ કલોતરા, જેતપુરના પીઠડીયા ટોલ નાકે રહેતા ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી ઉપરાંત ઉત્તર પ્રદેશના વરાણાસી જીલ્લાના બલીરામ લાલબહાદુર વિશ્ર્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવની ધરપકડ કરી 11,925 અને 16,820 લીટર દૂધ ભરેલા બે ટેન્કરો, 500 લીટર દૂધ ભરેલી બોલેરો પીકઅપ વાન, સાત મોબાઈલ ફોન, ચાર પ્લાસ્ટીકના ટાંકા અને બે ઈલેક્ટ્રિક મોટર, અન્ય સાધનો મળી કુલ રૂૂ.ર4.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઈ કોડીયાતર હોવાનું ખુલ્યું છે. આ ટોળકીને 4 દિવસના રિમાન્ડ ઉપર પુછપરછ શરુ કરવામાં આવી છે.તપાસમાં જાણવા મળ્યુ કે, છેલ્લા 15 દિવસથી આ રેકેટ ચાલતું હતું એકાંતરા ટેન્કર માંથી 500 થી 700 લીટર દુધ ચોરી કરી વેચી નાખ્યાનું બહાર આવ્યું છે.છેલ્લા 15 દિવસમાં 500 લીટર જેટલું માહી કંપનીનું દૂધ ચોરી કરી ભેળસેળ કરી વેચી નાખ્યું હોય તેમાં રેકેટમાં માહી કંપનીના સ્ટાફની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી છે.આ મામલે એલસીબીએ વધુ તપાસ શરુ કરી છે.

રિલેટેડ ન્યૂઝ