મદુરાઈ, નહરલાગુન સરાઈ સહિતની દૈનિક ટ્રેન દોડવો

ચેમ્બર દ્વારા રેલવેમાં રજૂઆત કરાઈ

રાજકોટથી લાખો મુસાફરો ટ્રેનમાં અવર- જવર કરી રહ્યા છે. મોટાભાગની ટ્રેનો હાઉસ્ફૂલ જઇ રહી છે. ત્યારે કેટલીક ટ્રેનો સપ્તાહમાં એક જ વાર દોડી રહી હોવાથી મુસાફરોને હાલાકી પડી રહી છે. મદુરાઇ સહિતની 6 સાપ્તાહિક ટ્રેનો દૈન્કિ શરૂ કરવામાં આવે તો અન્ય દિવસનો પણ ટ્રાફિક ઘટી શકે અને આવકમાં પણ વધારો થાય તેમ હોય 6 જેટલી ટ્રેનો દૈનિક દોડાવવા રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરાઇ છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ તથા ણછઞઈઈ મેમ્બર પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તેમજ કોઈપણ જાતની મુશ્ર્કેલીઓ ન પડે તે માટે અવાર-નવાર રજુઆતો કરવામાં આવે છે. ત્યારે રાજકોટથી નીચે મુજબની વિવિધ સમર સ્પેશીયલ ટ્રેનો જે અઠવાડીક ચાલે છે. તેના કારણે મુસાફરોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 1) દર સોમવારે ઉ5ડતી ટ્રેન નં. 05046 રાજકોટ-લાલકુંવા, 2) દર બુધવારે ઉપડતી ટ્રેન નં. 09525 હાપા-નહરલગુન, 3) દર સોમવારે ઉપડતી ટ્રેન નં. 09575 રાજકોટ- મહેબુબનગર, 4) દર શુક્રવારે ઉપડતી ટ્રેન નં. 09569 રાજકોટ-બુરહાની, 5) દર સોમવારે ઉપડતી ટ્રેન નં.09520 ઓખા-મદુરાઇ, 6) દર મંગળવારે ઉપડતી ટ્રેન નં.09523 ઓખાદિ લ્હી સરીયા રોહીલ્લા આ વિવિધ સમર સ્પેશ્ર્યીલ ટ્રેનોને રાજકોટથી કાયમીના ધોરણે તાત્કાલીક શરૂૂ કરવા કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્ર્વિની વૈષ્ણવજી, મુંબઈ જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા તથા રાજકોટ ડિવીઝનલ રેલ્વે મેનેજર અશ્ર્વની કુમાર સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ