વૈષ્ણવ સમાજ દ્વારા ફિલ્મ મહારાજનો કરાયો વિરોધ

ફિલ્મ અને પુસ્તકમાં ઈષ્ટેવ શ્રી ક્ૃષ્ણ પર આપતીજનક દ્રશ્ય અને શબ્દો સામે આક્રોશ: રેલી કાઢી કલેકટરને અપાયું આવેદન

સનાતન હિન્દુ ધર્મના દેવા ભગવાન શ્રીકૃષ્ણ વિશે આપત્તીજનક શબ્દો અને દ્રશ્ય ફિલ્મમાં પ્રકાશીત કરવા સામે વૈષ્ણવ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગણી સાથે રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને મહારાજ પુસ્તકના લેખક સૌરભ શાહ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. સનાતન હિન્દુ ધર્મના ઈસ્ટ દેવ ભગવાન શ્રીકૃષ્ણ પર આપત્તિજનક દ્રશ્યો અને શબ્દો સાથેની ફિલ્મ મહારાજા નેટ ફલીકસ પર રીલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણ પર આપત્તિજનક શબ્દો અને દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ લેખક સૌરભ શાહ દ્વારા લખવામાં આવેલી મહારાજ પુસ્તક પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.મહારાજ ફિલ્મનો વિરોધ કરવા માટે આજે રાજકોટ વૈષ્ણવ સમાજનાં વિનુમામા, દિનેશ કારીયા સહિતના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ ધસી જઈ મહારાજ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરી સૌરભ શાહના હાય હાય ના નારા લગાવ્યા હતાં અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માંગણી કરી છે. વૈષ્ણવ સમાજના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતુ કે,
સનાતન હિન્દુ ધર્મના દેવતા ભગવાન શ્રીકૃષ્ણ પર કઠોર ઘાત કરી હિન કક્ષાના સંવાદો અને ચિત્રો સામે દેશભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. ફિલ્મ મહારાજના ડાયરેકટર અને લેખક સામે વૈષ્ણવ સમાજ દ્વારા પોલીસ ફરિયાદો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહારાજ ફિલ્મ દેશભરમાં કોઈપણ સ્થળે રીલીઝ ન થાય તે માટે રજૂઆત કરી છે અને જો આ ફિલ્મ રજૂ કરવામાં આવશે તો તેની સામે લાખોની સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાય ધરણા, રેલી, આમરણ ઉપવાસ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે અને ટૂંક સમયમાં જ સનાતન ધર્મના સંતો-મહંતો અને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહાસંમેલન પણ બોલાવવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ