રાજકોટમાં આજીડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

યુવાન ગઈકાલે ડેમે નાહવા ગયો હોવાનું ખુલ્યું: પરિવારમાં કલ્પાંત

શહેરના આજીડેમમાંથી યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલે ખસેડાયો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી ઓળખ મેળવતા મૃતક યુવાન આજી ડેમ નજીકજ રહેતો હોવાનું અને દારૂપીવાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યુ છે.જાણવા મળતી વિગતો મુજબ આજીડેમમાં રવિવારી બજારના પાળા પાસે પાણીમાં અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક તરવૈયાઓ સાથે દોડી ગયો હતો અને પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. દિગ્પાલસિંહ જાડેજા દોડી ગયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન તેની ઓળખ મળી જતા મૃતક આજીડેમ ચોકડી પાસે કાનાભાઇ મ.પરામાં રહેતો પ્રવિણ લાલાજીભાઇ સોલંકી હોવાનુ અને દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવાર જનોમાં શોક લાગણી છવાય જવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ