રૂડામાં ડિમોલીશનની નોટીસ અંગે તપાસ થશે

ટીપી વિભાગ પાસે હિસાબ માંગતા ચેરમેન

ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં ટીપી વિભાગની મોટી સંડોવણી ખુલ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે ટીપી વિભાગના તમામ કર્મચારીઓની બદલી કરી નવા સ્ટાફની નિમણુંક કરી છે. જ્યારે ટીપી વિભાગે અત્યાર સુધીમાં આપેલ ગેરકાયદેસર બાંધકામની 260 કલમની અરજીઓમાં ક્યા પ્રકારની કાર્યવાહીથઈ તેની તપાસ પણ આરંભી ચે ત્યારે જ રૂડામા પણ આ પ્રકારની નોટીસોમાં કૌભાંડો થયા છે કે કેમ તે અંગેની ચકાસણી કરવા માટે રૂડા ચેરમેને આજે ટીપી વિભાગના અધિકારીઓ સાથે મીટીંગ યોજી સુચનાઅઓ આપી હોવાનું જાણવા મળેલ છે. ટીઆરપી અગ્નિકાંડમાં ગેરકાયદેસર બાંધકામનું ભુત ફરીવખત ધુણ્યું છે. ગેરકાયદેસર બાંધકામો રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રથમ કલમ 260 હેઠળ નોટીસ ાપવામાં આવે છે ત્યાર બાદ તેના જવાબના બદલે અધિકારીઓ દ્વારા ઉઘરાણા કરી બાંધકામો કરવાની છૂટ આપી દેવાતી હોવાનું ખુલવાપામ્યું છે. નિયમ મુજબ 260ની નોટીસની મુદત પૂર્ણ થયા બાદ 263 કલમ હેઠળ નોટીસ આપી તુરંત ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવામાં આવે તેવો નિયમ અમલમાં છે પરંતુ અનેક ગેરકાયદેસર બાંધકામોને નોટીસ આપ્યા બાદ પણ ખડકાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. જેના લીધે હાલ મનપામાં ટાઉન પ્લાનીંગ વિભાગમાં આ પ્રકારની નોટીસોમાં જવાબો તેમજ 263 નોટીસની ફાઈલો પણ ચકાસવામાં આવી રહી છે. જેની સામે રૂડા હેઠળ આવતા વિસ્તારોમાં પણ અનેક સોસાયટીઓ તેમજ બાંધકામા ધમધમી રહ્યા છે. જે પૈકી અમુક માર્જિન અને પાર્કિંગની જગ્યામાં તેમજ સરકારી ખરાબાઓ ઉપર પણ બાંધકામો થઈ ગયાની ચર્ચા જાગતા રૂડા ચેરમેને આજે કચેરી ખાતે ટીપી વિભાગ સહિતના અધિકારીઓ સાથે મીટીંગ યોજી સુચનાઓ આપી હોવાનું જાણવા મળેલ છે. રૂડામાં આજરોજ ચેરમેનની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ખાસ કરીને છેલ્લા છ માસ દરમિયાન ગેરકાયદેસર બાંધકામોને આપવામાં આવેલ કલમ 260 હેઠળની નોટીસોમાં ક્યા પ્રકારની કામગીરી કરવામાં આવી તેમજ અત્યાર સુધીમાં 263 કલમ હેઠળ કેટલા બાંધકામોનું ડીમોલેશન કરવામાં આવ્યું તે સહિતની ફાઈલોની વિગતો માગવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આથી આગામી દિવસોમાં કોર્પોરેશનની માફક રૂડામાં પણ ટીપી વિભાગ દ્વારા કોઈ જાતનું કૌભાંડ કરવામાં આવ્યું હશે તો બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ