ગોંડલના ગુંદાળા ફાટક પર રૂ.27 કરોડ નાં ખર્ચે બની રહેલાં ઓવરબ્રિજનું કામ શરૂ કરાશે: 1 જુલાઈ થી ફાટક બંધ

ગુંદાળા ફાટક પર રૂ.27 કરોડ નાં ખર્ચે બની રહેલાં ઓવરબ્રિજનું કામ શરૂ કરાશે: 1 જુલાઈ થી ફાટક બંધ

ગોંડલના ગુંદાળા રોડ પર રેલ્વે ફ્લાય ઓવરબ્રિજનું કામ આગામી સમય માં શરૂ થઇ રહ્યું હોય ગુંદાળા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવા તજવીજ હાથ ધરાઇ છે. ગુંદાળા ફાટક બંધ કરીને વાહન વ્યવહાર જેતપુર રોડ સાંઢિયા પુલ પરથી અને બીજી તરફ ઉમરવાડા રોડ અન્ડરબ્રીજ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. જ્યાં સુધી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલશે ત્યાં સુધી ગુંદાળા ફાટક વાહન વ્યવહાર માટે બંધ રહેશે. સુત્રો અનુસાર 1 જુલાઈ થી ગુંદાળા ફાટક અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે.બીજુ બાજુ ચોમાસુ હોય આશાપુરા અને ઉમવાડા અંડરબ્રિજ માં પાણી ભરાતા હોય રાહદારીઓ માટે ગુંદાળા રોડ એક માત્ર વિકલ્પ હોય ઓવરબ્રિજ નું કામ શરુ થનાર હોય લોકો પરેશાન બન્યા છે.
ગુંદાળા રોડ ગોંડલ નો હાર્દ સમો રાજમાર્ગ છે.એસ.ટી બસો,સ્કુલ વાહનો સહિત રોજીંદા હજારો વાહનો ની અવરજવર રહેછે.ગુંદાળા ફાટક પર રોજીંદા અઢાર થી વીસ જેટલી ટ્રેનો પસાર થતી હોય વારંવાર ફાટક બંધ કરાતું હોય ટ્રાફિક જામ ની સમસ્યા પણ રોજીંદી બની હોય ધારાસભ્ય ગીતાબા જાડેજા અને નગર પાલીકા ની તાકીદ ની રજુઆત ને લઈ ને રાજ્ય સરકાર દ્વારા અહી ઓવરબ્રિજ મંજૂર કરાતા આગામી દિવસો માં કામ શરુ થનાર છે.ગુંદાળા ફાટક પર ઓવરબ્રીજ નું કામ શરુ થઈ રહ્યુ છે તે ખુબ સારી વાત છે.પરંતુ હાલ ચોમાસું હોય અને માત્ર બે કે ત્રણ ઇંચ વરસાદ માં આશાપુરા અને ઉમવાડા તથા રાતાપુલ અંડરબ્રિજ માં પાણી ભરાઇ જતા હોય રાહદારીઓ માટે એકમાત્ર વિકલ્પ ગુંદાળા રોડ રહેછે.હવે નવા બની રહેલા ઓવરબ્રિજ ને કારણે આ રોડ બંધ થનાર હોય વરસાદી માહોલ માં લોકો અને રાહદારીઓ ની હાલત કફોડી બને તેવી ભીતી સેવાઇ રહીછે.

રિલેટેડ ન્યૂઝ