શેરબજારમાં 40 લાખ હારી જતા ખોડલધામ ટ્રસ્ટના ડ્રાઈવરે કરી 2.62 લાખની ચોરી

પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલના પીએને શંકા ગઈને ભાંડો ફૂટ્યો

મવડી પ્લોટના ન્યુ માયાણીનગર પાણીના ટાંકાની સામે આવેલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન બિલ્ડીંગમાં સ્થિત ખોડલધામ ટ્રસ્ટ કાવડીની ઓફિસમાં દાનપેટીમાંથી અશ્વિન લક્ષ્મણ મુંગરા (રહે. સીલ્વર પાર્ક, સેટેલાઈટ પાર્ક, મોરબી રોડ) 2.62 લાખની ચોરી કરી ભાગવા જતાં તેને પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલના પીએ કૌશિકભાઈ અને અન્ય માણસોએ તેમને રંગેહાથ ઝડપી લઈ માલવિયાનગર પોલીસના હવાલે કરાયો હતો. જેથી પોલીસે તેના સામે ચોરીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.છેલ્લા 8 વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો અશ્વિન શેર બજારમાં રૂ.40 લાખ હારી ગયો હતો.જેને કારણે તેણે આ ચોરી કર્યાનું પોલીી તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું
કે,ખેડબ્ભધમં મંદિરમંથી દુર બુધવારે આવે છે. બીજા દિવસે એટલે કે ગુરૂવારે આ દાનપેટીઓ સિનિયર સીટીઝનો ખોલી ગણતરી કરતા હોય છે. છેલ્લા બે ગુરૂવારથી સવારે ટ્રસ્ટની ઓફિસના સીસીટીવી કેમેરા સવારે અડધો કલાક માટે બંધ થઈ જતાં હતા.જેથી ટ્રસ્ટીઓને શંકા જતાં વોચ ગોઠવી હતી. ગઈકાલે અશ્વિન દાનપેટીઓ લઈ આવ્યો હતો.જે તેણે ટ્રસ્ટની ઓફિસમાં મુકી દીધી હતી. સવારે છએક વાગ્યે તે ટ્રસ્ટની ઓફિસે પહોંચ્યો હતો.જયાં સિકયુરીટી ગાર્ડ પાસેથી ઓફિસના મેઈન ગેટની ચાવી લઈ ઉપર ગયો હતો.જયાંથી દાનપેટી ખોલી તેમાંથી રૂા.2.62 લાખની રોકડ પોતાની સાથે લાવેલા બગલ થેલામાં નાખી બહાર નીકળતા ટ્રસ્ટના માણસોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો.ત્યારબાદ તેને માલવિયાનગર પોલીસના હવાલે કરતા પીએસઆઈ ડી.એસ.ગજેરાએ ઘરપકડ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ