બોગસ બિલિંગના કૌભાંડનો માસ્ટર માઈન્ડ ગુજસીટોકના કેસમાં 8 દિવસનાં રિમાન્ડ પર

GST કૌભાંડમાં સાબરમતી જેલમાં રહેલા શખ્સની ધરપકડ કરી રાજકોટ કોર્ટમાં રજૂ કરાયો’તો

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર 2058 કરોડના બોગસ બિલિંગના કૌભાંડમાં સાબરમતી જેલમાં રહેલા આરોપી સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી ભાવનગર લાવવામાં આવ્યો હતો. જીએસટી કૌભાંડના માસ્ટર માઈન્ડ શખ્સને ગુજસીટોકના ગુનામાં 20 દિવસના રિમાન્ડની માંગ સાથે રાજકોટ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છેસમગ્ર ગુજરાતના હચમચાવનાર રૂપિયા 2058 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલે વધુ એક સફળતા મળી છે. ગુજસીટોકમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જીએસટી ગેરરીતિના બે ગુન્હામાં સાબરમતી જેલમાં રહેલા ઈમરાન ઈબ્રાહિમ ઉર્ફે બીડી બાપુની જેલ ટ્રાન્સફર કરીને ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ઈબ્રાહિમની ગુજસીટોક હેઠળ ધરપકડ કરીને ભાવનગર લાવવામાં આવ્યો હતો. ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી આરોપી ઈમરાન ઈબ્રાહિમને 20 દિવસના રિમાન્ડની માંગણી સાથે રાજકોટ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જે રિમાન્ડ અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સ્પેશિયલ કોર્ટે આરોપી ઇમરાન ઈબ્રાહીમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પીપી તરીકે રાજકોટના યુવા એડવોકેટ તુષાર ગોકાણી રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ